પુલવામાં આતંકવાદી હુમલો થયાપછી યાત્રાધામ દ્વારકાની સુરક્ષામાં વિશેષધ્યાન આપવામાં આવીરહ્યું છે. જગત મદિર અને તેની આજુબાજુના વિસ્તારોમાં વધુ પોલીસ જવાન અને SRPના જવાનોનેફરજ પર મુકવામાં આવ્યા છે. હાલ દ્વારકામાં હોળી- ફૂલડોલ ઉત્સવ દરમિયાન ટ્રાફીકવધુ હોવાથી જગત મંદિર અંદર અને બહારની સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે.
દ્વારકામાં હોળી ફૂલડોલ ઉત્સવમાં પોલીસની સઘન સુરક્ષા વ્યવસ્થા - SRP
દેવભૂમિ દ્વારકા: યાત્રાધામ દ્વારકામાં હોળી અને ફૂલડોલનો ઉત્સવ ધામ ધુમથી ઉજવવામાં આવી રહ્યો છે. ગુજરાત અને ગુજરાત બહારથી યાત્રાળુઓ પોતાના વાહનો, બસ, ટ્રેન અને પગપાળા પણ દ્વારકા તરફ આવી રહ્યા છે. ત્યારે અહીં આવતા આવતા યાત્રાળુઓને કોઈ પણ જાતની પરેશાની કે તકલીફ ન પડે તે માટે દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. દ્વારકાની બહાર તેમજ દ્વારકા પ્રવેશ કરતા તમામ જાહેર રસ્તાઓ પર પોલીસ, હોમગાર્ડના જવાનો ફરજ ઉપર જોવા મળે છે. દ્વારકા શહેરના તમામ જાહેર રસ્તાઓ પર ટ્રાફિક પોઈન્ટ ઉભા કરીને યાત્રાળુઓને સગવડતા રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

જેને લઇને તા ૧૮ માર્ચથી તા ૨૨ માર્ચ સુધી દેવભૂમીદ્વારકા જીલ્લાના તેમજ જીલ્લા બહારના પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં ૪ ડી.વાય.એસ.પી,૬ પી.આઈ, ૨૦ પી.એસ.આઈ,૨૫૦ પોલીસ કોન્સ્તેબેલ, ૨૫૦ હોમગાર્ડના જવાનો સહીત કુલ ૫૦૦નો પોલીસ સ્ટાફ ગોઠવવામાં આવ્યો છે. દ્વારકામાં ઉત્સવ દરમ્યાન વધુ ભીડ હોવાથી કોઈ અનીઇચ્છનીય બનાવ અથવા અકસ્માત નબને તેની ખાસ કાળજી રાખવામાં આવી રહી છે.
જગત મંદિરમાંપ્રવશે કરતા તમામ સ્થળો પર CCTVકેમેરા તેમજ સાદા ડ્રેસમાં પોલીસ જવાનો ફરજ નિભાવી રહ્યા છે. વધુ ટ્રાફીકદરમિયાન બાળકો , વડીલો તેમના પરિવારથી વિખુટા પડી જાય તો તેમને શોધી આપવાની ખાસ વ્યવસ્થા દેવભૂમીદ્વારકા પોલીસ દ્વારા કરવામાં આવી છે. ટ્રાફીકદરમિયાન કોઈ સામાન્ય અકસ્માત થાય અથવા પ્રાથમિક સારવાર કેન્દ્રની પણ વ્યવસ્થા સંપૂણ સ્ટાફ સાથે કરવામાં આવી છે.