ગુજરાત

gujarat

સુદિક્ષા મોત કેસમાં શંકાસ્પદ બુલેટસવાર સુધી પહોંચી પોલીસ

તેજસ્વી વિદ્યાર્થિની સુદિક્ષાના મૃત્યુના કિસ્સામાં, પોલીસ હવે તે લોકો સુધી પહોંચી ગઈ છે, જેની સાથે અથડાતા સુદિક્ષાનું મોત થયું હતું. જોકે, તેની સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી, પરંતુ જાણકારી મુજબ, પોલીસ પ્રેસ કોન્ફરન્સ કરી આખી ઘટનાનો ખુલાસો કરશે તેમ માનવામાં આવે છે.

By

Published : Aug 16, 2020, 4:33 PM IST

Published : Aug 16, 2020, 4:33 PM IST

સુદિક્ષા મોત કેસમાં પોલીસ શંકાસ્પદ બુલેટસવાર સુધી પહોંચી
સુદિક્ષા મોત કેસમાં પોલીસ શંકાસ્પદ બુલેટસવાર સુધી પહોંચી

બુલંદશહેર: બુલંદશહેરમાં અકસ્માતનો ભોગ બનેલી તેજસ્વી વિદ્યાર્થિની સુદિક્ષા ભાટીના કેસમાં 2 લોકો પોલીસના હાથે ઝડપાયા છે. મળતી માહિતી મુજબ, શંકાસ્પદ બુલેટ મોટરસાયકલ સુધી પોલીસ પહોંચી ગઈ છે. ઉપરાંત, સુદિક્ષાની બાઇક સાથે અથડાયેલા બુલેટને પણ પોલીસે કબ્જે કર્યું છે.

મોબાઈલ સર્વેલન્સના ફૂટેજ અને ઘણા સીસીટીવી કેમેરાની મદદથી બંને મુખ્ય શકમંદોની ઓળખ થઇ ગઇ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, અકસ્માત બાદ બ્લેક બુલેટનું સ્વરૂપ પણ ફેરવી નાખ્યું છે. માહિતી અનુસાર, બુલેટ ડ્રાઈવર સહિત 2 લોકોની બુલંદશહેર પોલીસ પ્રેસકોન્ફરન્સ દ્વારા જાહેરાત કરી શકે છે. દુર્ઘટનામાં સુદિક્ષાનું મોત થયું હતું. જેમાં છેડતીનો કોઈ પુરાવો મળ્યો નથી. SSP એ ઘટના સ્થળે જઈને પણ પૂછપરછ કરી છે.

ABOUT THE AUTHOR

...view details