ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ટ્રેક્ટર રેલી માટે દિલ્હી પોલીસે આપ્યો રુટનો પ્રસ્તાવ, ખેડૂતો લેશે નિર્ણય - યૂપી પોલીસ

ટ્રેક્ટર રેલીને લઇને દિલ્હી પોલીસની સાથે ખેડૂત નેતાઓની એક બેઠક બારાખંબા પોલીસ સ્ટેશનની બિલ્ડીંગમાં શુક્રવારે આયોજીત થઇ હતી. આ દરમિયાન ખેડૂતોને દિલ્હી પોલીસ તરફથી એક ચોક્કસ અંતરના રુટમાં રેલી યોજવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. આ અંગે ખેડૂતો વિચાર-વિમર્શ કરી નિર્ણય લેશે.

દિલ્હી પોલીસ
દિલ્હી પોલીસ

By

Published : Jan 25, 2021, 7:19 PM IST

  • ગણતંત્ર દિવસ પર થશે પરેડ
  • સિંધુ બોર્ડરથી ટ્રેક્ટર પરેડ શરુ થશે
  • પરેડ માટે પોલીસે આપ્યો રુટ

નવી દિલ્હી : ગણતંત્ર દિવસે ટ્રેક્ટર રેલીના આયોજનને લઇને દિલ્હી પોલીસે ખેડૂતોને એક ચોક્કસ અંતરનો રુટ આપવામાં આવ્યો છે. પોલીસની તરફથી એવું કહેવામાં આવ્યું કે, તેઓ શાંતિપૂર્ણ રીતે આ રૂટમાં ટ્રેક્ટર રેલી કાઢી શકે છે. ખેડૂત નેતાઓએ આ રુટને લઇને શનિવારે બેઠક કરશે. જેના પછી તેઓ પોતાનો નિર્ણય જાહેર કરશે.

ગણતંત્ર દિવસે ટ્રેક્ટર રેલીનું આયોજન

જાણકારી અનુસાર વિભિન્ન ખેડૂત સંગઠનો સતત ગણતંત્ર દિવસે ટ્રેક્ટર રેલી યોજવાની વાત કહી રહ્યા છે. ત્યાં પોલીસ ઘણા સમયથી તેમને મનાવવાનો પ્રયાસ કરતી હતી. કેન્દ્ર સરકારની સાથે ચાલી રહેલી વાતચીતથી અત્યાર સુધી કોઇ નિર્ણય નીકળ્યો નથી. આ સાથે ટ્રેક્ટર રેલીને લઇને પોલીસની સાથે ખેડૂત નેતાઓની એક બેઠક બારાખંબા પોલીસ સ્ટેશનની બિલ્ડીંગમાં શુક્રવારે આયોજીત કરવામાં આવી છે.

દિલ્હી સિવાય હરિયાણા તથા યૂપી પોલીસ પણ હશે

બેઠકમાં ખેડૂત નેતાઓ ડૉ. દર્શન પાલ, જગજીત સિંહ દલ્લેવાલ, યોગેંન્દ્ર યાદવ, કૉમરેડ હનાન મોલ્લા, જગમોહન સિંહ, પરમજીત સિંહ વગેરે શામેલ થયા. ત્યાં બેઠકમાં દિલ્હી પોલીસની સિવાય હરિયાણા તથા યૂપી પોલીસ અધિકારીઓ પણ શામેલ થયા છે.

ટ્રેક્ટર રેલી માટે આપેલો રુટ

બેઠકમાં પોલીસ અધિકારીઓ એ ખેડૂત નેતાઓને ગણતંત્ર દિવસ પર સિંધુ બોર્ડર થી નરેલા થઇને બવાના અને ઔચંદી બોર્ડર સુધી ટ્રેક્ટર રેલી નિકાળવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો. તેના સિવાય ટિકરી કલાથી ઘેવરા થતા સાવદા, યૂપી ગેટ થી આનંદ વિહાર થતા ડાસના જ્યારે ચિલ્લાથી ગાજીપુર સુધીના રુટનો પ્રસ્તાવ આપ્યો. ખેડૂત નેતાઓએ કહ્યું કે, આ પ્રસ્તાવને લઇને સિંધુ બોર્ડર પર શનિવારે સવારે 11 વાગ્યા સુધી બેઠક કરશે. તેમાં આ ટ્રેક્ટર રુટ પર નિર્ણય લેવામાં આવશે.

કાનૂની વ્યવસ્થા બનાવવાની હશે જવાબદારી

પોલીસ અધિકારીઓએ કહ્યું કે, તેઓ એક નિશ્રિત રુટની સાથે ખેડૂતોને ટ્રેક્ટર રેલી યોજવા માટેની પરવાનગી આપી શકે છે. પરંતુ જો આ દરમિયામ કોઇ પણ પ્રકારની ગડહડ થઇ, તો તેની જવાબદારી ખેડૂત નેતાઓની રેહશે. કાયદા વ્યવસ્થઆ બગડવા પર દિલ્હી પોલીસ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાથી પણ પાછળ નહિ હઠે.

ABOUT THE AUTHOR

...view details