દુર્ગ: કોરોના માહામારીને કારણે આખો દેશ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. એક તરફ, હોસ્પિટલોમાં ડોકટરો કોરોના સામે યુદ્ધ લડી રહ્યા છે, બીજી તરફ, રસ્તા પર તૈનાત પોલીસ લોકોને લોકડાઉન અંગે જાગૃત કરી રહી છે.
પોલીસ હવે ખુદ માસ્ક બનાવીને કરી રહ્યા છે જરુરિયાતમંદને વિતરણ - પોલીસે જાતે માસ્ક બનાવી કર્યું વિતરણ
દુર્ગના પોલીસ લાઇનમાં પોસ્ટ કરેલી મહિલા અને પુરુષ જવાનો પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ પરિવારો અને ગરીબ પરિવારો માટે માસ્ક તૈયાર કરી રહ્યા છે. જેથી દરેકને કોરોના સંક્રમણથી બચાવી શકાય.
હવે દુર્ગ પોલીસ લાઇનમાં તૈનાત મહિલાઓ અને પુરુષ જવાન પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ પરિવારો અને ગરીબ પરિવારો માટે માસ્ક તૈયાર કરી રહ્યા છે. જેથી દરેકને કોરોના સંક્થીરમણથી બચાવી શકાય.
આ જવાનો આ સમયે જરૂરીયાતમંદોને પૂરો સહયોગ આપી રહ્યા છે. કોન્સ્ટેબલ સંજય પટેલ અને પ્યારે લાલ તેમની ટીમ સાથે માસ્ક બનાવવાનું કામ કરી રહ્યા છે. આખી ટીમ દરરોજ 200 થી 300 માસ્ક તૈયાર કરી રહી છે. અત્યાર સુધીમાં હજારથી વધુ માસ્ક બનાવી વિતરણ કરવામાં આવ્યા છે. આ માસ્ક સાબુથી ધોઇને ફરીથી વાપરી શકાય છે.