ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શાહીન બાગ-જામિયામાં ફાયરિંગ બાદ પોલીસે સુરક્ષામાં કર્યો વધારો - શાહીન બાગ ન્યૂઝ

જામિયા અને શાહીન બાગમાં ફાયરિંગની ઘટનાઓ બાદ પોલીસ એકશનમાં આવી છે. પોલીસે શાહીન બાગના પ્રદર્શન વિસ્તારમાં સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.

police
પોલીસ

By

Published : Feb 3, 2020, 7:59 PM IST

નવી દિલ્હી: જામિયા અને શાહીન બાગ વિસ્તારમાં થયેલી ફાયરિંગની ઘટનાઓ બાદ સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે. શાહીન બાગ સભા સ્થળ પર પહેલા મેટલ ડિટેક્ટર લગાવવામાં આવ્યું છે. શાહીન બાગમાં પ્રદર્શન સ્થળ પર જનાર દરેક વ્યકિતની તપાસ કરવામાં આવી રહી છે.

શાહીન બાગ-જામિયામાં ફાયરિંગ બાદ પોલીસે સુરક્ષામાં વધારો કર્યો

ઉલ્લેખનીય છે કે, જામિયા કેમ્પસમાં એક સગીરે ફાયરિંગ કર્યું હતું. જેમાં એક વિદ્યાર્થી ઘાયલ થયો હતો. જે બાદ શાહીન બાગ વિસ્તારમાં પણ એક વ્યક્તિએ ફાયરિંગ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસ શાહીન બાગ પ્રદર્શન સ્થળ પર જનાર દરેક વ્યક્તિની તપાસ કરી રહી છે. પોલીસ ID પ્રૂફ, નામ, રજિસ્ટરમાં નોંધી રહી છે. જે બાદ સભા સ્થળ પર જવાની મંજૂર આપવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, શાહીન બાગ અને જામિયા વિસ્તારમાં ફાયરિંગની ઘટનાઓ સામે આવી હતી. જે બાદ સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે. દક્ષિણ પૂર્વ જિલ્લાના DCPનું ચૂંટણી પંચના આદેશ બાદ ટ્રાન્સફર કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details