ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વર્ષો પહેલા ચોરી થયેલા પુસ્તકો આઝમ ખાનની યુનિવસિર્ટીમાંથી મળી આવ્યા - Jauhar Univercity

લખનઉ: રાજ્યના રામપુરમાં આવેલી જૌહર યુનિવસિર્ટી પર પ્રશાસને દરોડા પાડ્યા છે. વરિષ્ઠ નેતા અને સાંસદ આઝમ ખાનની આ જૌહર યુનિવસિર્ટીમાંથી 300 પુસ્તકો મળી આવ્યા છે. જે પુસ્તકો અગાઉ રામપુરના મદરેસા આલિયામાંથી ચોરી થયા હતા.

Azam khan

By

Published : Jul 30, 2019, 6:13 PM IST

જૌહર યુનિવસિર્ટી સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને સાંસદ આઝમ ખાનની છે. જયાં તપાસ દરમિયાન પોલીસને લગભગ 300 જેટલા પુસ્તકો મળ્યા છે. અગાઉ આ પુસ્તકો ખોવાય ગયાં હતા. પોલીસનું કહેવું છે આ પુસ્તકો ખોવાયેલા પુસ્તકોમાંના જ છે.

વર્ષો પહેલા ચોરી થયેલા પુસ્તકો આઝમ ખાનની યુનિવસિર્ટિમાંથી મળી આવ્યા

જો કે પોલીસે આ મામલે યુનિવસિર્ટીના 4 કર્મચારીઓની ધરપકડ કરી છે. પોલીસ અધિકારીનું કહેવું છે કે 1774માં રામપુર સ્થિત મદરસા આલિયામાંથી આ પુસ્તકોની ચોરી થઈ હતી. જે જૌહર યુનિવર્સિટીમાંથી મળી આવ્યા છે. સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને સાંસદ આઝમ ખાનની જૌહર યુનિવસિર્ટી બહાર હાલ મોટી સંખ્યામાં પોલીસ તૈનાત છે. હજી પણ પોલીસ દ્વારા તપાસ કામગીરી ચાલુ છે.

ABOUT THE AUTHOR

...view details