ઔરંગાબાદ: મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના બિદકીન ગામની એક મસ્જિદમાં નમાઝ પઢવા લોકો એકત્રિત થયાની જાણ થતાં તપાસ કરવા ગયેલા પોલીસ કર્મચારીઓની ટીમ પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટના સાંજના સાડા સાત વાગ્યાની આસપાસ બની હતી. તેમાં એક પોલીસ કર્મચારી ઘાયલ થયો હતો.
મહારાષ્ટ્ર: લોકડાઉનનો ભંગ કરી મસ્જિદમાં નમાઝ અદા કરનારા લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો - corona cases in maharastra
મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં, મુસ્લિમ સમાજના લોકો લોકડાઉનનું ઉલ્લંઘન કરીને નમાઝ અદા કરવા માટે ભેગા થયા હતા. આ દરમિયાન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
લોકડાઉનનો ભંગ કરી નમાઝ અદા કરનાર લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો
ઘટનાની પુષ્ટિ કરતાં જિલ્લા પોલીસ અધિક્ષક મોક્ષદા પાટીલે જણાવ્યું હતું કે, આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે. પાટીલે કહ્યું, બિદકીન પોલીસે જાણવા મળ્યુ હતુ કે, 35થી 40 લોકો મસ્જિદમાં નમાઝ અદા કરવા માટે ભેગા થયા છે. પોલીસ ઘટનાની તપાસ માટે પહોંચી ત્યારે તેમના પર પથ્થરમારો કર્યો હતો.
આ કેસના સંદર્ભમાં 15 લોકોની અટકાયતમાં કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, દેશવ્યાપી લોકડાઉન દરમિયાન કોઈ પણ ધાર્મિક સ્થળે ભેગા થવાની મંજૂરી નથી.