2 નવેમ્બરે તીસ હજારી કોર્ટમાં પોલીસ અને વકીલો વચ્ચે થયેલી અથડામણ બાદ તમામ પોલીસકર્મીઓ દિલ્હી પોલીસ હેડક્વાર્ટર ખાતે એકજૂથ થયા હતી. તંત્ર સામે વિરોધ નોંધાવીને પોતાની સુરક્ષા અંગેની રજૂઆત કરી હતી.
તીસ હજારીની અથડામણ બાદ દિલ્હી પોલીસે માંગી સુરક્ષા - delhi police protest after hazari stubb[le
નવી દિલ્હીઃ લોકોની સુરક્ષા માટે તૈનાત રહેતું પોલીસતંત્ર આજે પોતાની સુરક્ષા માટે માંગ કરી રહ્યું છે. કારણ કે, થોડા સમય પહેલાં પોલીસ અને વકીલો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં પોલીસને માર મારવામાં આવ્યો હતો. જેથી રોષે ભરાયેલાં પોલીસકર્મીઓએ હેડક્વાર્ટર બહાર એકઠાં થઈ સુરક્ષા માંગ અંગે ઉગ્ર રજૂઆત કરી રહ્યાં છે.
તીસ હજારીમાં થયેલી અથડામણ
આ અંગે વિરોધકર્તા પોલીસકર્મીએ જણાવ્યું હતુ્ં કે, તેમણે હજારી કોર્ટમાં માર મારવામાં આવ્યો હતો અને તેમની પાસેથી પિસ્તોલ છીનવી લેવામાં આવી હતી. જો આવી ઘટના થતી રહેશે તો પોલીસનું મનોબળ તૂટી જશે. જનતાની સુરક્ષા માટે પોલીસ છે પણ પોલીસ માટે કોઈ નથી. આથી અમે અમારી સુરક્ષા અંગેની માગ કરી રહ્યાં છે.