ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કલકત્તા પોલીસ કમિશ્નરની સતત ચોથા દિવસે પણ પૂછપરછ થશે - SHILLONG

શિલોંગ : ચિટફંડ કૌભાંડ સંબંધિત કેસમાં કલકત્તા પોલીસની રાજીવ કુમાર સાથે પૂછપરછ હજુ પણ ચાલુ જ છે. જેને લઇને શિલોંગના CBI કાર્યાલયમાં સતત ચોથા દિવસે પણ પૂછતાછ કરવામાં આવી હતી. રાજીવ કુમાર મંગળવારે સવારે 10:30 કલાકે CBI કાર્યાલય ખાતે પહોંચ્યાં હતાં. કુમારની આ મામલે શનિવારથી પૂછતાછ ચાલુ છે.

સ્પોટ ફોટો

By

Published : Feb 13, 2019, 1:23 PM IST

અધિકારીના જણાવ્યાં અનુસાર કુમારની શારદા કૌભાંડમાં સબૂતો સાથે છેડછાડમાં તેની ઉપસ્થિતી હોવાને લઇને પૂછપરછ ચાલુ છે. કુમારની છેલ્લા બે દિવસોમાં તૃણમૂલ કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ કૃણાલ ધોષની સાથે પૂછતાછ કરવામાં આવી રહી છે.

ભૂતપૂર્વ સાંસદની શારદા કૌંભાડ મામલે 2013 માં ધરપકડ કરવામાં આવી હતી. અને તે 2016 થી બેલ પર છે.

CBIના એક અધિકારીના જણાવ્યાં અનુસાર ધોષની પૂછતાછ પૂર્ણ થઇ ગઇ છે. અને તેને કોલકાતા પરત ફરવાની પરવાનગી આપી પણ દીધી છે.

આ વચ્ચે તૃણમૂલ કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ કૃણાલ ધોષે મંગળવારે તપાસ એજન્સિને પત્ર લખ્યો હતો. જેમાં તેઓએ કોલકતા પોલીસ કમિશ્નરની શિલાંગમાં પૂછતાછના સમયે સબૂતમાં થયેલ છેડછાડનો આક્ષેપ લગાવ્યો હતો.

ધોષે માગ કરી છે કે તેને ભાજપાના નેતા મુકુલ રોયની સાથે જ પૂછપરછ કરવી જોઇએ કારણકે તે CBI માટે મદદરૂપ થઇ શકે છે.

તેઓએ જણાવ્યું કે, " મેં CBI ને એક પત્ર લખ્યો છે, જેમાં કોલકતા પોલીસ કમિશ્નર રાજીવ કુમાર પર આરોપ લગાવ્યો છે કે શિલાંગમાં મારી સાથે સંયુક્ત રીતે પૂછપરછ કર્યા બાદ સબૂતની સાથે તે છેડછાડ કરી શકે છે.

જેને લઇને કોલકતા પોલીસ કમિશ્નરનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું કે અત્યાર સુધી કેંન્દ્રીય તપાસ એજન્સિએ તેને કોઇ પ્રશ્ન કર્યો નથી, " જો CBI તરફથી કોઇ પણ પ્રશ્નો કરવામાં આવે તો અમે તેનો વળતો જવાબ આપવા તૈયાર છીએ.

કોલકતાના પોલિસ કમિશ્નર છેલ્લા ત્રણ દિવસોથી CBI કાર્યાલયમાં 24 કલાકથી વધુ સમય પસાર કરી ચૂક્યા છે. તે શારદા અને રોજ વૈલી ચિટફંડ કૌભાંડ સંબંધિત કેસના પ્રશ્વોને ફેસ કરી રહ્યા છે.

હાઇકોર્ટે કુમારને CBI સમક્ષ હાજર થવા અને તપાસમાં તેનો પૂરો સહયોગ આપવા આદેશ આપ્યો હતો.

CBI ત્યારે હાઇકોર્ટ ખાતે પહોંચી હતી. જ્યાં તે 3 ફેબ્રુઆરી સુધી કુમારની પૂછપરછ કરવા તેના અધિકારીઓ સાથે તેના ધર સ્થિત પહોંચ્યાં હતાં.

મુખ્યપ્રધાન મમતા બેનર્જી એ ત્યારે CBI વિરૂદ્ધ ત્રણ દિવસ સુધી " સંવિધાન બચાવો" ધરણાઓ કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details