તમને જણાવી દઇએ કે, કોલકાતા પોલીસ આયુક્ત રાજીવ કુમાર 1989ના IPS અધિકારી છે. કુમાર પર આરોપ છે કે, તેમણે શારદા અને અન્ય પોંજી કૌભાંડ સાથે સંબંધિત દસ્તાવેજોનો નિકાલ કરવાનો પ્રયાસ કર્યો છે. રાજીવ કુમાર શારદા અને અન્ય પોંજી કૌભાંડ મામલેની તપાસ માટે ગઠીત SITના પ્રમુખ હતા. રાજીવ કુમાર સહિત અમુક હાઇ પ્રોફાઇલ વ્યકિતઓની પૂછપરછ દરમિયાન વધારે કામ કરાવવા માટે CBIએ દિલ્હી, ભોપાલ અને લખનઉ એકમના 10 અધિકારીઓને મોકલવામાં આવ્યાં છે.
રાજીવ કુમાર CBIની શિલૉન્ગ ઓફિસ પહોંચ્યા, થશે પૂછપરછ - Gujarati News
નવી દિલ્હીઃ CBI આજે કોલકાતા પોલીસ આયુક્ત રાજીવ કુમાર સાથે શિલૉન્ગમાં પૂછપરછ કરવાની છે. આ માટે કુમાર CBI શિલૉન્ગ કાર્યાલય પહોંચી ગયા છે. આ સાથે જે દિલ્હીથી CBI ટીમ પણ અહીં પહોંચી છે. તે દરમિયાન શારદા ચીટ ફંડ કૌભાંડ મામલે કુમારની પૂછપરછ કરવામાં આવશે.
cbi
નવી દિલ્હીમાં વિશેષ એકમના પોલીસ અધિક્ષક જગરુપ એસ. ગુસિન્હા સાથે અતિરિક્ત એસપી વી એમ મિત્તલ, સુરેન્દ્ર કુમાર મલિક, ચંદર દીપ, ઉપાધિક્ષક અતુલ હજેલા, આલોક કુમાર શાહી અને પી.કે. શ્રીવાસ્તવ, નિરીક્ષક હરિશંકર ચાંદ, રિતેશ દાનહી અને સુરજીત દાસ તૈનાત કરવામાં આવ્યાં છે.
Last Updated : Feb 9, 2019, 5:06 PM IST