શ્રીનગરઃ કાશ્મીરમાં હિંસા ભડકાવવા અને કાયદા-વ્યવસ્થાનું હનન કરવાના આરોપમાં સંગઠન જમ્મુ-કાશ્મીર લિબરેશન વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી છે.
કાશ્મીર હિંસા ભડકાવવાના આરોપમાં JKLF વિરૂદ્ધ થશે તપાસ - JKLF ન્યૂઝ
કાશ્મીરમાં હિંસા ભડકાવવા અને કાયદા-વ્યવસ્થાનું હનન કરવાના આરોપમાં જમ્મુ-કાશ્મીર લિબરેશન સંગઠન વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી છે.
srinagar
મળતી માહિતી પ્રમાણે, પોલીસે ઘાટીમાં હિંસા ભડાવવા અને કાયદાનો ભંગ કરવા બદલ JKLFની તપાસ કરી હતી. પોલીસ પ્રવક્તાના જણવ્યાનુસાર, કાશ્મીર ખીણમાં ગત દિવસોમાં JKLF સાથે સંકળાયેલા સંગઠનોએ હિંસા ભટકે એવી પત્રિકાઓનું વિતરણ કર્યુ હતું. આ સાથે જ સંગઠન ગેરકાયદેસર સંદેશા અને ગેરપ્રવૃત્તિઓનો પ્રચાર કરી રહી છે. જેથી તેમના વિરૂદ્ધ કડક તપાસ હાથ ધરવામાં આવી છે.