ઉત્તર પ્રદેશઃ કુખ્યાત વિકાસ દુબે દ્વારા થયેલા 8 પોલીસકર્મીના હત્યાકાંડ સંકળાયેલા આરોપી શશિકાંત ધરપકડ કરાઈ છે. હાલ પોલીસ આ મામલે આરોપી શશિકાંત પૂછપરછ કરી છે. જેમાં તેણે હથિયારોની ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. જેના આધારે તપાસ કરીને પોલીસે હથિયારો જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કાનપુરના પોલીસ હત્યાકાંડઃ વધુ એક આરોપી શશિકાંત ઝડપાયો - Uttar Pradesh News
કાનપુરમાં પોલીસ પર કુખ્યાત વિકાસ દુબે અને તેના સાથીઓએ કરેલા ફાયરિંગમાં 8 પોલીસકર્મી શહીદ થયાં હતાં. જે બાદ પોલીસે તાબડતોડ તપાસ હાથ ધરી હતી. હવે દરમિયાન આરોપી શંશિકાતની ધપકડ કરી હોવાની માહિતી સામે આવી છે. હાલ, પોલીસે આ મામલે શશિકાંતની પૂછપરછ કરી રહી છે.
વિક્રમ કાંડમાં તપાસ કરતાં પોલીસ પર કુખ્યાત વિકાસ દુબે અને તેના સાથીઓએ કરેલા ફાયરિંગમાં 8 પોલીસકર્મી શહીદ થયાં હતા, ત્યારબાદ પોલીસે આ મામલે તાબડતોડ તપાસ હાથ ધરી હતી. જેના પગલે કાનપુર પોલીસને વિકાસ દૂબેના સાગરિતની ધરપકડ કરવામાં મોટી સફળતા મળી છે. મળતી માહિતી મુજબ, પોલીસના હથિયારો લૂંટનાર આરોપીની શશિકાંત ઉર્ફ સોનૂ પાંડેની ધરપકડ કરાઈ છે. વિક્રમ ગામનો રહેવાસી હતો. જેની હાલ પૂછપરછ થઈ રહી છે.
પોલીસના જણાવ્યાનુસાર, ચોબેપુરના કસ્બામાં તેની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, વિકાસ દુબે ગેંગમાં હતો અને તે 2 જુલાઈએ થયેલા પોલીસ હત્યાકાંડમાં પણ સામેલ હતો. પોલીસે શશીકાંત પાસેથી માહિતી મેળવીને વિકાસ દુબેના ઘરમાંથી AK-47ના 17 તેમજ ઇનાસ રાઇફલ્સ અને મળી આવ્યાં હતા. તેમજ શશિકાંત પાસેથી પણ હથિયારો મળ્યાં હતા. એડીજી એલઓ પ્રશાંત કુમારે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, બિકરૂમાં પોલીસવાળાઓની હત્યા કરાઈ છે. ચોબેરપુરમાં પૂર્વ SHO વિરુદ્ધ કેસ નોંધાયો છે. બિકરૂ કાંડ મામલામાં ફરાર અભિયુક્ત શશિકાંત ઉર્ફે સોનુની પોલીસે ધરપકડ કરી હતી. જેની પર રૂપિયા 50000નું ઈનામ રાખવામાં આવ્યું હતું. તેમજ ઘટનાસ્થળેથી સરકારી INSAS રાઇફલ અને એકે 47-11 મળી આવી હતી.