- દિલ્હી હિંસાનો આરોપી ઈકબાલ સિંઘ પંજાબમાંથી પકડાયો
- પોલીસે તેની ધરપકડ પર રાખ્યું હતું રૂ. 50 હજારનું ઈનામ
- હિંસા સમયે આરોપી ઈકબાલ સિંઘ લાલ કિલ્લા પર જ હતો
નવી દિલ્હીઃ પ્રજાસત્તાક દિવસે લાલ કિલ્લા પર વિવિધ જગ્યાએ હિંસા થઈ હતી, જે અંગે દિલ્હી પોલીસ ઝડપથી તપાસ કરી રહી છે. દિલ્હી હિંસામાં ફરાર ફરતો આરોપી ઈકબાલ સિંઘની પણ પોલીસે પંજાબથી ધરપકડ કરી છે. જોકે, પોલીસે આ અગાઉ તેની ધરપકડ પર રૂ. 50 હજારનું ઈનામ પણ જાહેર કર્યું હતું.
દિલ્હી પોલીસે પંજાબના હોશિયારપૂરમાંથી ઈકબાલ સિંઘને ઝડપ્યો
ડીસીપી સંજીવ યાદવના જણાવ્યા અનુસાર, જે સમયે હિંસાની ઘટના થઈ હતી. તે સમયે ઈકબાલ સિંઘ લાલ કિલ્લા પર હાજર જ હતો, પરંતુ આ હિંસા પછી તે ફરાર થઈ ગયો હતો. આ ઘટના પછી તેની તપાસ ચાલી રહી હતી અને તેની ધરપકડ પર પોલીસે 50 હજાર રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું હતું. હાલમાં જ સ્પેશિયલ સેલને સૂચના મળી હતી કે, તે પંજાબના હોશિયારપૂરમાં છે. આ જાણકારીના માધ્યમથી સ્પેશિયલ સેલની ટીમે ત્યાં દરોડા પાડી ઈકબાલ સિંઘને ઝડપી પાડ્યો હતો. પોલીસ ઈકબાલ સિંઘને દિલ્હી લાવીને પૂછપરછ કરશે.
આરોપી ઈકબાલ સિંઘને ક્રાઈમબ્રાન્ચને સોંપાશે
દિલ્હી પોલીસ આરોપીને કોર્ટમાં હાજર કરશે, જ્યાં તેને ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવશે. લાલ કિલ્લા હિંસા મામલાની તપા દિલ્હી પોલીસની ક્રાઈમબ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. આ સાથે જ દિપ સિદ્ધુ સહિત અન્ય આરોપીઓની પણ ક્રાઈમબ્રાન્ચ પૂછપરછ કરી રહી છે.