ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જામિયા હિંસા: પોલીસે 10 લોકોની ધરપકડ કરી, એક પણ વિદ્યાર્થી નહીં - એક પણ વિદ્યાર્થી નહીં

નવી દિલ્હી: નાગરિકતા સંશોધન એક્ટ અને એનઆરસીને લઈ જામિયા મિલિયા ઈસ્લામિયાના વિદ્યાર્થીઓ તરફથી ચાલી રહેલા પ્રદર્શનને કારણે હિંસક દેખાવો થયા હતા. જેમાં બસોમાં પણ આગ લગાવવામાં આવી હતી. સાથે સાથે અનેક ખાનગી વાહનોને પણ ટાર્ગેટ કરવામા આવ્યા હતા. આ સમગ્ર મામલે તપાસ કરતા પોલીસે 10 વ્યક્તિની ધરપકડ કરી છે.

jamia campus caa protest
jamia campus caa protest

By

Published : Dec 17, 2019, 1:41 PM IST

પ્રદર્શન દરમિયાન ઘાયલ થયેલા હોસ્પિટલમાં ભરતી
જામિયા ઈસ્લામિયાના વિદ્યાર્થીઓ નાગરિકતા સંશોધન એક્ટ વિરોધમાં પ્રદર્શન કરી રહ્યા હતા. આ ક્રમમાં રવિવારના રોજ હુમલાઓ થયા હતા. અનેક બસોમાં તોડફોડ આદરી હતી. સાથે જ અનેક ખાનગી વાહનો પણ હુમલાઓ થયા હતા. આ ઝડપમાં પોલસ અને અનેક વિદ્યાર્થીએ પણ ઘાયલ થયા હતા. જેમાંથી અનેકને હોસ્પિટલમાં પણ ભરતી કરાયા છે, જેની સારવાર ચાલી રહી છે.

જામિયા હિંસા: પોલીસે 10 લોકોની ધરપકડ કરી, એક પણ વિદ્યાર્થી નહીં

આ કેસ હિંસમાં 10 લોકોની ધરપકડ કરાઈ છે
પોલીસે આ સમગ્ર મામલે કાર્યવાહી કરતા 10 લોકોની ધરપકડ કરી છે. આ સમગ્ર કેસની તપાસ સીબીઆઈ કરી રહ્યું છે. આ બાબતે ન્યૂ ફ્રેન્સ કોલોની અને જામિયા નગર પોલીસ સ્ટેશનમાં 2 ફરિયાદ દાખલ થઈ હતી, બાદમાં સંદીગ્ધ લોકોની ધરપકડ કરાઈ છે.

ધરપકડમાં એક પણ વિદ્યાર્થી સામેલ નહીં
જણાવામાં આવી રહ્યું છે કે, ધરપકડ થયેલા આરોપીઓમાં એક પણ જામિયાના વિદ્યાર્થી નથી. ધરપકડ થયેલામાં અમુક આરોપી એવા પણ છે જે અગાઉ ગુનામાં સંડોવાયેલા છે. હાલમાં આ તમામની પુછપરછ ચાલી રહી છે.

ABOUT THE AUTHOR

...view details