ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે , કુંબલે , દ્વવિડ, લક્ષ્મણનું આપ્યું ઉદાહરણ - #ParikshaPeCharcha2020

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકોને સંબોધિત કર્યા હતા. ત્યારે પૂર્વ ભારતીય કેપ્ટન રાહુલ દ્વવિડ, અનિલ કુંબલે અને પૂર્વ ક્રિકેટર વી.વી.એસ.લક્ષ્મણનું ઉદાહરણ આપ્યું હતુ.

etv bharat
etv bharat

By

Published : Jan 21, 2020, 4:14 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં કહ્યું કે, પ્રેરિત થવું, સામાન્ય વાત છે. દરેક વ્યકતિ આ પ્રકારના વિચારોથી પ્રભાવિત થાય છે. સાથે દિગ્ગજ ક્રિકેટરોના ઉદાહરણ આપ્યા હતા.

દિગ્ગજ ક્રિકેટરોના ઉદાહરણ

પ્રેરણા અને સકારાત્મક શક્તિ પર વાત કરતા તેમણે કહ્યું કે, ક્રિકેટના ખેલાડીઓને માધ્યમથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે વેસ્ટઈન્ડીઝ વિરુદ્ધ મેચમાં કુંબલે ઘાયલ થાય બાદ બોલિંગ કરી અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ દ્વવિડ અને લક્ષ્મણની 376 રનની ભાગેદારીની વાત કરી હતી.તેમણે કહ્યું કે, ચંદ્રયાન લોન્ચિગ સમયે મારી ઈસરોની યાત્રા અને આપણા વૈજ્ઞાનિકોની સાથે કરેલી મુલાકાત હું ક્યારે પણ ભુલીશ નહિ.

દિગ્ગજ ક્રિકેટરોના ઉદાહરણ

વડાપ્રધાન મોદી રાજસ્થાનની વિદ્યાર્થીની યથશ્રીને પુછેલા પ્રશ્નના જવાબ આપતા કહ્યું કે, આપણા જીવન અસફળતાનો મતલબ એ નથી કે, આપણે સફળતા નહી મળે પરંતુ આપણે એક ઝટકો મળવાથી કાંઈ સારું પણ થઈ શકે છે.

tweet

પીએમ મોદીએ જણાવ્યું કે, શું તમને યાદ છે વર્ષ 2001માં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ સીરિઝ, ભારતીય ક્રિકેટ ટીમ સારું પ્રદર્શન કરી રહી ન હતી. જેનાથી સૌ ક્રિકેટપ્રેમીઓ નિરાશ થયા હતા. પરંતુ થોડી જ ક્ષણોમાં દ્વવિડ અને લક્ષ્મણે જે કર્યું તે આપણે ક્યારે પણ ભુલી શકાય નહી. ટીમને શાનદાર જીત અપાવી હતી.

રાહુલ દ્રવિડ અને વીપીએસ લક્ષ્મણે કમાલ કરી હતી. અનિલ કુંબલેને ઈજા થઈ હતી અને તે પટ્ટી બાંધીને રમ્યો હતો. ત્યારબાદ અનિલ કુંબલે મેચનું પરિણામ બદલી નાંખ્યું હતું. ટીમને શાનદાર જીત અપાવી હતી. આપણા વિચાર મક્કમ હોય તો કોઈપણ વિચાર બદલી શકીએ છીએ

ABOUT THE AUTHOR

...view details