ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વિજયા રાજે સિંધિયાની જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન દ્વારા રૂપિયા 100નો સ્મૃતિ સિક્કો જાહેર - 100 રૂપિયા સિક્કો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 ઓક્ટોબર એટલે કે આજે એક વર્ચ્યુઅલ કાર્યક્રમમાં વિજયા રાજે સિંધિયાના સન્માનમાં 100 રૂપિયાનો સ્મૃતિ સિક્કો જાહેર કર્યો છે. સ્વર્ગીય વિજયા રાજે સિંધિયાને ગ્વાલિયરમાં રાજમાતા તરીકે ઓળખવામાં આવે છે.

narendra modi
Narendra modi

By

Published : Oct 12, 2020, 12:01 PM IST

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 ઓક્ટોબર એટલે કે આજે એક વર્ચ્યુઅલ કાર્યક્રમમાં વિજયા રાજે સિંધિયાના સન્માનમાં 100 રૂપિયાનો સ્મૃતિ સિક્કો જાહેર કર્યો છે. સ્વર્ગીય વિજયા રાજે સિંધિયાને ગ્વાલિયરમાં રાજમાતા તરીકે ઓળખવામાં આવે છે. આ સિક્કે વિજયા રાજેના સિંધિયાની જન્મ શતાબ્દી સમારોહના ઉપલક્ષ્યમાં જાહેર કરવામાં આવ્યો છે.

જન્મશતાબ્દી ઉત્સવને વિશેષ બનાવવા નાણાકિય મંત્રાલય આજે વિશેષ સ્મૃતિ સિક્કો બહાર પાડવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે વિજયા રાજે સિંધિયાના જન્મદિવસ પર સ્મૃતિ સિક્કો બહાર પાડવામાં આવ્યો છે.

કોરોના મહામારીને કારણે વર્ચુઅલ માધ્યમથી આયોજિત આ કાર્યક્રમમાં સિંધિયાના પરિવાર સહિત દેશના અલગ અલગ સ્થળેથી કેટલાય લોકો હાજર રહ્યાં હતાં.

વિજયા રાજે સિંધિયા ગ્વાલિયરના અંતિમ મહારાજા જીવાજી રાવ સિંધિયાની પત્ની હતા. ગ્વાલિયરમાં તેમને રાજમાતા તરીકે ઓળખવામાં આવે છે. આ સિવાય જો તેમની વધુ ઓળખાણ જોઈએ તો તે દિગ્ગજ માધવરાજ સિંધિયા અને રાજસ્થાનના પૂર્વ મુખ્યપ્રધાન વંસુધરા રાજે ના માતા હતાં. ભાજપ રાજ્યસભા સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા તેમના પૌત્ર છે.

વિજયા રાજેનો જન્મ 12 ઓક્ટોબર,1919ના રોજ સાગરમાં થયો હતો અને 25 જાન્યુઆરી, 2001માં નવી દિલ્હીમાં તેમનું નિધન થયું હતું.

ABOUT THE AUTHOR

...view details