નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસ સંક્રમિત દર્દીઓની સંખ્યામાં દરરોજ વધારો થઇ રહ્યો છે. અત્યાર સુધી દેશમાં 6,700થી વધુ લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. કોરોના વાઇરસના કહેર સામે લડવા માટે 21 દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું છે. જો કે, આ લોકડાઉનને આગળ વધારવું કે નહીં, આ મુદ્દે આજે વડાપ્રધાન મોદી નિર્ણય લઇ શકે છે.
કોરોના સંકટને ધ્યાનમાં રાખીને 24 માર્ચે સાંજના સમયે દેશને 21 દિવસ માટે લોકડાઉન કરવામાં આવ્યો હતો. 25 માર્ચથી શરૂ થયેલા દેશવ્યાપી લોકડાઉનનો અંતિમ દિવસ 14 એપ્રિલ છે. આ દરમિયાન વડાપ્રધાન મોદી આજે તમામ રાજ્યના મુખ્યપ્રધાનો સાથે વીડિયો કોન્ફરેન્સિંગના માધ્યમથી બેઠક કરશે. માનવામાં આવી રહ્યું છે કે, બેઠકમાં લોકડાઉનને આગળ વધારવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.