ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગુજરાતીઓને દિવાળીની ભેટ, કેવડિયાથી વડાપ્રધાન મોદીએ સી-પ્લેનનું કર્યુ ઉદ્ઘાટન - Kevadia

આજે કેવડિયાથી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સી-પ્લેનનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ તેઓ સી પ્લેનમાં બેસી અમદાવાદ સાબરમતી નદીએ પહોંચ્યા છે.

ગુજરાતીઓને દિવાળીની ભેટ
ગુજરાતીઓને દિવાળીની ભેટ

By

Published : Oct 31, 2020, 1:50 PM IST

Updated : Oct 31, 2020, 2:25 PM IST

  • કેવડિયાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરાવ્યું સી પ્લેનનું ઉદ્ઘાટન
  • અમદાવાદ સાબરમતી નદીએ પહોંચ્યા મોદી
  • સી પ્લેનના પ્રથમ યાત્રી પીએમ મોદી બન્યા

કેવડિયા : આજે કેવડિયાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સી-પ્લેનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સી પ્લેનમાં પ્રથન ઉડાન ભરી નરેન્દ્ર મોદી અમદાવાદ સાબરમતી નદીએ પહોંચ્યા છે. સી પ્લેનમાં પ્રવેશતા પહેલા ક્રુ મેમ્બર દ્વારા તેમને સુરક્ષાની તમામ માહિતી આપવામાં આવી હતી. પીએમ મોદી સાથે કેટલાંક અધિકારીઓ પણ સી પ્લેનમાં બેસીને અમદાવાદ પહોંચી ગયા છે.

કેવડિયાથી વડાપ્રધાન મોદીએ સી-પ્લેનનું કર્યુ ઉદ્ઘાટન

રિવરફ્રન્ટ ખાતે નદીમાં પેટ્રોલિંગ શરૂ

મોદીના સ્વાગત માટે રાજ્યપાલ, સીએમ, ગૃહપ્રધાન સાબરમતી રિવરફ્રન્ટ પહોંચ્યા છે. વડાપ્રધાનના રિવરફ્રન્ટ ખાતેના કાર્યક્રમની સુરક્ષા માટે નદીમાં પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે. કેવડિયા ખાતે તળાવ નંબર 3 થી સી પ્લેનએ ઉડાન ભરી હતી, જેના પ્રથમ યાત્રી પીએમ મોદી બન્યા હતા.

સી પ્લેનની ખાસિયતો

  • કેવડિયા- અમદાવાદ વચ્ચે સી પ્લેન 8 ટ્રીપ કરશે
  • હાલ દરરોજની 4 ફ્લાઈટ ભરશે ઉડાન
  • સી પ્લેનમાં 19 લોકોને બેસાડવાની ક્ષમતા
  • હાલ 14 લોકોને બેસાડાશે, જેમાં 5 ક્રુ મેમ્બર હશે
  • હાલ ફ્લાઈટ નોન શિડયુલ ઉપાડવાનું આયોજન
  • અમદાવાદથી કેવડિયા સુધીનું 220 કિલોમીટરનું અંતર 45 મિનિટમાં કરશે પૂર્ણ
  • ફ્લાઈટ દરરોજ સવારે 8 વાગ્યે સાબરમતી રિવરફ્રન્ટથી ઉપડશે
  • સાંજે 6 વાગ્યા બાદ સી પ્લેન ઉડાન નહી ભરે
Last Updated : Oct 31, 2020, 2:25 PM IST

ABOUT THE AUTHOR

...view details