નવી દિલ્હી: 5 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિરનો શિલાન્યાસ કરશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગિરીએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, સામાજિક અંતર સુનિશ્ચિત કરવા માટે, અમે નક્કી કર્યું છે કે 150 થી 200 લોકોને આમંત્રણ આપવામાં નહીં આવે.
અયોધ્યામાં વડાપ્રધાન મોદી 5 ઓગસ્ટે રામ મંદિરનો શિલાન્યાસ કરશે - Shri Ram Janmabhoomi Teertha Kshetra trust
શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગિરીએ જણાવ્યું કે, રામ મંદિરના શિલાન્યાસ દરમિયાન સામાજિક અંતરની વિશેષ કાળજી લેવામાં આવશે. પીએમ મોદી 5 ઓગસ્ટે રામ મંદિરનો શિલાન્યાસ કરવા જઈ રહ્યા છે.
વડાપ્રધાન મોદી
શિલાન્યાસ કરતા પહેલા વડાપ્રધાન મોદી મંદિરમાં ભગવાન રામ અને હનુમાન મંદિરમાં ભગવાનની પૂજા કરશે. કાર્યક્રમમાં તમામ મુખ્યપ્રધાનોને આમંત્રણ આપવામાં આવશે.
Last Updated : Jul 22, 2020, 10:19 PM IST