નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 10 કલાકે દેશને સંબોધન કરશે. પીએમઓએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. માનવામાં આવી રહ્યું છે કે, PM નરેન્દ્ર મોદી આવતીકાલે લોકડાઉનનો સમયગાળો વધારવાની જાહેરાત કરી શકે છે. જેથી લોકડાઉન 30 એપ્રિલ સુધી લંબાવી શકાય છે.
આ પહેલા PM મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દરમિયાન લોકડાઉન વધારવા માટે તમામ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વાતચીત કરી હતી. આ વાતચીત બાદ 6 રાજ્યોએ 30 એપ્રિલ સુધી પોતોના રાજ્યમાં લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી હતી.