નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં થયેલી હિંસા અંગે વડાપ્રધાન મોદીને ઘણા પ્રશ્નો પૂછ્યા છે. તેમણે પૂછ્યું ,કે વડા પ્રધાને દેશને કહેવું જોઈએ કે ચીને ભારતીય ભૂમિ પર કઇ રીતે કબિજો કર્યો, કેમ 20 બહાદુર સૈનિકો શહીદ થયા.
પૂર્વ લદ્દાખમાં ચીન અને ભારતીય સૈન્ય વચ્ચે થયેલી હિંસક અથડામણ પર સોનિયા ગાંધીએ વડાપ્રધાનને પૂછ્યું કે, સરહદ પરની પરિસ્થિતિને પહોંચી વળવા સરકારની વ્યૂહરચના શું છે? સોનિયા ગાંધીએ કહ્યું કે, આ સંકટના સમયમાં કોંગ્રેસ સરકારની સાથે છે, એમ વિશ્વાસ છે કે દેશ દુશ્મનનો સામનો કરવા માટે એક થશે.
ભારત અને ચીન વચ્ચે 1975 પછીનો સૌથી લોહિયાળ સંઘર્ષ 15-16 જૂનની રાત્રે લદાખમાં ગાલવાન ખીણમાં થયો હતો. આ ઘટનાથી બંને દેશોની સરહદ પર ઉંડા તંગદિલી દૂર થઈ છે. આ ઘટનામાં ભારતના 20 સૈનિકો શહીદ થયા હતા. ચીન અને ભારતનાં સૈનિકો વચ્ચે થયેલા આ હિંસક ઘર્ષણ મામલે ચીની વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા ઝાઓ લિજિયનને નિવેદન આપ્યું હતું કે ગલવાન ઘાટી ક્ષેત્રની સંપ્રભુતા હંમેશા ચીન સાથે સંબધિત રહી છે.
ચીન નથી ઈચ્છતું કે આગળ કોઈપણ પ્રકારનું ઘર્ષણ થાય. સરહદ સાથે જોડાયેલા મુદ્દાઓ અને અમારી કમાન્ડર સ્તરની વાર્તાની સર્વસમ્મતિ પર પછી પણ ભારતીય સેનાએ સીમાનું ઉલ્લંઘન કરીને પાર કરી છે. સાથે સાથે લિજિયનને દાવો કર્યો કે ભારતીય સેનાએ અમારી સરહદના પ્રોટોકોલનું ઉંલ્લઘન કર્યું છે.