નવી દિલ્હીઃ વડપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘરમાં અલગ રહેવાના મુદ્દે આરોગ્ય મંત્રાયલે માર્ગદર્શિકા ટ્વીટર પર શેર કરી છે. મોદીએ માર્ગદર્શિકા શેર કરીને લખ્યું કે, અહીંયા થોડી મહત્વપૂર્ણ સૂચના છે.
આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકાઃ PM મોદીએ ઘરમાં અલગ રખાયેલા લોકોને કર્યું આ સૂચન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘરમાં અલગ રહેવાના મુદ્દે આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકા ટ્વિટર પર શેર કરી છે. દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ અને મોતના કેસ સામે આવ્યાં બાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે માર્ગદર્શિકા જાહેર કરી છે.
દેશમાં કોરોનો વાયરસ અસરગ્રસ્તના વધતા જતા કેસો અને 2 મોતની માહિતી સામે આવ્યાં બાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે માર્ગદર્શિકા જાહેર કરી છે. જેને ઘરમાં અલગ રાખવામાં આવ્યાં છે, તેમને આ માર્ગદર્શિકાને અનુસરવાની જરૂર છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, આ તમારી અને તમારા પ્રિયજનોની સુરક્ષા માટે છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, અલગ રાખવામાં આવેલા લોકોએ ઘરની અંદર વૃદ્ધો, સગર્ભા સ્ત્રીઓ, બાળકો અને બીમાર વ્યક્તિઓથી દૂર રહેવું જોઈએ. કારણ કે, તેમની રોગ પ્રતિરોધક ક્ષમતા ઓછી થઈ શકે છે.
મંત્રાયલે કહ્યું કે, જે કોરોના વાયરસના શંકાસ્પદ અથવા કોરોના વાયરસથી પીડિત વ્યક્તિના સંપર્કમાં આવ્યાં છે, તે તમામને અલગ રાખવાનું લાગૂ પડે છે.આ માર્ગદર્શિકામાં સાબુ અથવા આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઇઝર્સથી હાથ ધોવા, કપ, ખાવાનાં વાસણો, ટુવાલ, બેડ જેવી ઘરેલુ વસ્તુઓ શેર કરવાનું ટાળવું વગેરે અંગે જણાવવામાં આવ્યું છે.