નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના પગપેસારમાં વધારો થઇ રહ્યો છે, જેથી વડાપ્રધાન મોદીએ 21 દિવસ માટે દેશને લોકડાઉન કર્યો છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ રવિવારે દેશ સાથે મન કી બાત કરી હતી. જેમાં તેમણે કોરોના વાઇરસ અંગે સંપૂર્ણ ચર્ચા કરી હતી અને લોકડાઉન દરમિયાન સમય પસાર કરવાના નુસખા જણાવ્યા હતા. આ દરમિયાન તેમણે યોગાને લઇને ચર્ચા કરી હતી અને પોતાના વીડિયો શેર કરવા અંગે કહ્યું હતું. સોમવારે સવારે વડાપ્રધાન મોદીએ ટ્વીટમાં થોડા વીડિયો અપલોડ કર્યા છે, જેમાં વિવિધ યોગાસનો અંગે કહેવામાં આવ્યું છે.
વડાપ્રધાન મોદીએ સોમવારે સવારે ટ્વવીટમાં લખ્યું કે, કાલે મન કી બાત દરમિયાન કોઈ વ્યક્તિએ મારા ફિટનેસ રૂટીન અંગે પૂછ્યું હતું. જેથી મારા મનમાં આ યોગાના વીડિયો શેર કરવાનો વિચાર આવ્યા છે. મને આશા છે કે તમે પણ દરરોજ યોગા કરશો.