નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સને શૌર્ય દિવસ પર સંગઠનના હિંમતની પ્રશંસા કરી અને કહ્યું કે, વીર શહિદોના બલિદાનોને ક્યારેય પણ ભૂલી શકાશે નહીં.
મોદીએ પોતાના ટ્વીટમાં લખ્યું કે, CRPFની હિંમત જગવિખ્યાત છે. CRPFના શૌર્ય દિવસ પર હું આ બહાદુર દળને સલામ કરૂં છું અને ગુજરાતમાં સરદાર ચોકી પર 1965માં CRPF કર્મીઓની વીરતાને યાદ કરૂં છું.
તેમણે કહ્યું કે, આ બહાદુર શહિદોના બદિલાનને ક્યાર્ય ભૂલી શકાશે નહીં.
CRPFની વેબસાઈટ અનુસાર 9 એપ્રિલ 1965ના રોજ CRPFની બીજી બટાલિયનના એક નાના દળે ગુજરાતમાં કચ્છના રણ પાસે સરદાર ચોકીમાં પાકિસ્તાનની એક બ્રિગેડ(300 જવાન કરતાં વઘુ)ના હુમલાને નાકામ કરી દીધો હતો. જેમાં CRPF દ્વારા 34 પાકિસ્તાની સૈનિકને મારવામાં આવ્યા હતા અને 4 સૈનિકને બંધક બનાવવામાં આવ્યા હતા.