ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કૃષિ બિલ પાસઃ વડાપ્રધાને ખેડૂતોને પાઠવી શુભકામના, કોંગ્રેસે બ્લેક ડે ગણાવ્યો

આજે રાજ્યસભામાં કૃષિ બિલ-2020 પસાર થયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી ભારતીય કૃષિ ઇતિહાસમાં આ એક ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી.

Rajya Sabha bills
કૃષિ બિલ પર પીએમ મોદીની પ્રતિક્રિયા

By

Published : Sep 20, 2020, 6:25 PM IST

નવી દિલ્હીઃ કૃષિ સંબંધિત બિલ સંસદમાં પસાર થયા બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારતના કૃષિ ઇતિહાસની આ ઐતિહાસિક ક્ષણ છે. સંસદમાં મહત્વનું બિલ પાસ થતા હું પરિશ્રમી ખેડૂતોને શુભકામના પાઠવું છું.

પીએમ મોદીનું ટ્વીટ

વડાપ્રધાને કહ્યું કે, ‘હું પહેલા પણ કહ્યું હતું અને આજે ફરીવાર કહું છું કે ન્યૂનતમ સમર્થન મૂલ્યની વ્યવસ્થા જારી રહેશે, સરકારી ખરીદી પણ શરૂ રહેશે. અમે અહીં ખેડૂતોની સેવા માટે તત્પર છીએ. અમે અન્નદાતાઓની સહાય માટે દરવખતે પ્રયાસ કરીશું અને આગામી પેઢીઓ માટે સારુ જીવન સુનિશ્ચિત કરીશું.’

કૃષિ બિલ અંગે કોંગ્રેસ નેતા અહેમદ પટેલની પ્રતિક્રિયા

કોંગ્રેસ નેતા અહેમદ પટેલે કહ્યું કે, આ દિવસને ઇતિહાસમાં બ્લેક ડે તરીકે મનાવવામાં આવશે. તેમણે કહ્યું કે, સાંસદમાં લોકતંત્રના ધજાગરા ઉડ્યા છે. આ સાથે જ તેમણે કહ્યું કે, આ બિલ મારફતે લોકતંત્રનું ગળું દબાવવામાં આવ્યું છે. 12 વિપક્ષી દળોએ રાજ્યસભાના સભાપતિ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details