નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરૂને તેમની 56મી પુણ્યતિથિએ તેમને યાદ કર્યા અને શ્રદ્ધાંજલિ અર્પી હતી. ભારતના પહેલા વડાપ્રધાન નહેરુએ ઓગસ્ટ 1947 થી મે 1964 દરમિયાન વડાપ્રધાન પદ સંભાળ્યું હતું.
જવાહરલાલ નેહરુને શ્રદ્ધાંજલિ પીએમ મોદીએ ટ્વિટ કર્યું અને નહેરુને યાદ કરતા લખ્યું કે, "આપણા પહેલા વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુજીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ."
ઉલ્લેખનીય છે કે, જવાહર લાલ નેહરુનું 27 મે, 1964ના દિવસે અવસાન થયું હતું.
આ ઉપરાંત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ પૂર્વ વડા પ્રધાન જવાહર લાલ નહેરૂને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે ટ્વીટર પર એક પોસ્ટ કરી હતી. રાહુલ ગાંધીએ ટ્વીટ કરતા લખ્યું કે, પંડિત જવાહરલાલ નહેરૂ બહાદુર સ્વાતંત્ર સેનાની હતા. આધુનિક ભારતના આર્કિટેક્ટ અને આપણા પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરૂને પુણ્યતિથિ પર ભારતના આ મહાન પુત્રને મારી શ્રદ્ધાંજલિ.