ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના શતાબ્દી સમારોહમાં વડા પ્રધાન મોદી સંબોધન કરશે - એએમયુ શતાબ્દી સમારોહ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના શતાબ્દી સમારોહમાં વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કરશે. આ ઉપરાંત કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયલ નિશાંક પણ વર્ચ્યુઅલ રીતે જોડાશે.

aligarh news
aligarh news

By

Published : Dec 22, 2020, 9:33 AM IST

  • અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના 100 વર્ષ પૂર્ણ
  • વડા પ્રધાન નરેન્દ્ર મોદી એએમયુ શતાબ્દી સમારોહમાં સંબોધન કરશે
  • કેમ્પસમાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી

અલીગઢઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીને સંબોધન કરવા જઈ રહ્યા છે. આજે મંગળવારના રોજ દસ વાગ્યે એએમયુની શતાબ્દી સમારોહમાં વર્ચ્યુઅલ રીતે જોડાશે. આ દરમિયાન સુરક્ષાની કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વડાપ્રધાના સંબોધન પર તમામ દેશવાશીની નજર રહશે. તેમના સંબોધનમાં એએમયુ માટે શું ખાસ રહેશે. વડા પ્રધાન મોદીનું સંબોધન મુસ્લિમ સમાજ માટે પણ મહત્વનું રહશે. આ પ્રોગ્રામની લિંક એએમયુ દ્વારા સમગ્ર વિશ્વમાં મોકલવામાં આવી છે. જેથી વધુને વધુ લોકો જોઈ શકે. જોકે કેટલાક વિદ્યાર્થીઓએ વિરોધ પણ કર્યો હતો. પરંતુ કોઈ ખુલ્લેઆમ આગળ આવી રહ્યું નથી. કેમ્પસમાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

વડા પ્રધાન આ કાર્યક્રમને વર્ચ્યુઅલ રીતે સંબોધન કરશે

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી એએમયુના ગૌરવપૂર્ણ ઇતિહાસ સાથે એક નવો અધ્યાય ઉમેરી રહ્યા છે. યુનિવર્સિટીના દરેક લોકો તેને સકારાત્મક રીતે જોઈ રહ્યા છે. કોરોના વાયરસને કારણે, એએમયુની શતાબ્દી ઉજવણી જાહેર રીતે થઈ રહી નથી. વડા પ્રધાન આ પ્રસંગે વર્ચ્યુઅલ સંબોધન કરશે. આ સમય દરમિયાન યુનિવર્સિટીના વિકાસ માટે વિશાળ ભંડોળની જરૂર છે. એએમયુ ટીચર્સ એસોસિએશન અને સ્ટુડન્ટ્સ એસોસિએશને આ માગ કરી છે. ત્યારે બીજી તરફ એએમયુની લઘુમતી દરજ્જોનો મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે, જેને લઇ લોકો રાહ જોઇ રહ્યા છે કે વડા પ્રધાન આ અંગે શું કહે છે.

આ કાર્યક્રમથી યુનિવર્સિટીને નવું પરિમાણ મળશે

કેમ્પસમાં વડા પ્રધાનના શતાબ્દી સમારોહને સંબોધન કરવા માટે માત્ર બે હોર્ડિંગ્સ જ જોવા મળ્યા હતા. પહેલું એક યુનિવર્સિટી સર્કલ પર લગાવામાં આવ્યું છે અને બીજું વડા પ્રધાનના કાર્યક્રમ સંબંધિત બાબા સૈયદ ગેટ પર સ્થાપિત કરવામાં આવ્યું છે. આ હોર્ડિંગની સુરક્ષા માટે સુરક્ષા જવાનોને બેસાડવામાં આવ્યા છે. કેમ્પસમાં પણ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વિરોદ્ધ પ્રદર્શન ના થાય તેની માટે કેમ્પસમાં સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. જનસંપર્ક અધિકારી ઉમર પીરઝાદાએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીને આ કાર્યક્રમથી નવું પરિમાણ મળશે. અહીંના વિદ્યાર્થીઓને નવી ઊર્જા મળશે, જે દેશનું નિર્માણ કરશે.

યુનિવર્સિટી કેમ્પસમાં મોટી સ્ક્રીન લગાવામાં આવી

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના જનસંપર્ક અધિકારી ઉમર પીરઝાદાએ કહ્યું કે એએમયુ માટે આજનો દિવસ આશીર્વાદિત હતો. કાર્યક્રમમાં વડા પ્રધાન મોદી અને કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયલ નિશાંક વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે. તેમણે કહ્યું કે આ કાર્યક્રમની લિંક સમગ્ર વિશ્વના લોકોને મોકલવામાં આવી છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમાં જોડાશે. આ પ્રોગ્રામની દૃશ્યતા માટે કેમ્પસમાં સ્ક્રીન પણ લગાવવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details