ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM મોદી લખનઉના પ્રવાસે, પૂર્વ PM અટલજીની પ્રતિમાનું લોકાર્પણ કરશે - પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી

લખનઉ: વડાપ્રધાન મોદી બુધવારે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના પ્રવાસે છે. PM મોદી પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જયંતી પર લોકભવનમાં તેમની પ્રતિમાનું લોકાર્પણ કરશે. આ સાથે PM મોદી એક મેડિકલ કોલેજનું શિલાન્યાસ પણ કરશે.

MODI
મોદી

By

Published : Dec 25, 2019, 7:42 AM IST

PM મોદીના લખનઉ પ્રવાસને લઇને લખનઉ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે.

PM મોદીની સુરક્ષા વ્યવસ્થા અને VIP મુવમેન્ટને લઇને લખનઉ પોલીસે તૈયારીઓ કરી લીધી છે.

VIP મુવમેન્ટને ધ્યાનમાં રાખીને હઝરતગંજ વિસ્તારમાં રૂટનું ડાયવર્ઝન કરવામાં આવ્યું છે.

લખનઉના ટ્રાફિક એસ.પી પૂણેન્દુ સિંહ જાણકારી આપતા કહ્યું કે, PM મોદીના લખનઉ પ્ર0વાસને લઇને તૈયારીઓ કરી લેવામાં આવી છે. VIP મુવમેન્ટને લઇને 2 વાગ્યાથી હજરતગંજ વિસ્તારમાં ડાયવર્ઝન રહેશે. 3 વાગ્યાથી 100 ટકા ડાયવર્ઝવ શરૂ રહેશે. ડાયવર્ઝનના કારણે રોડ પણ એક તરફ વાહનોના અવર જવરને બંધ નહીં કરવામાં આવે, જેથી લોકોને અસુવિધા નહીં થાય.

પૂર્ણેન્દુ સિંહે કહ્યું કે, PM મોદી 3 વાગ્યે હેલિકોપ્ટરથી લામાર્ટસના હેલિપેડ પર ઉતરશે, જે બાદ ગોલ્ફ ચૌરાહા, બંદરિયા બાગ, ડી.એસ.ઓ થઇને PM લોક ભવન પહોંચશે. જ્યાં અટલજીની પ્રતિમાનું લોકાર્પણ કરશે. પછી લામાર્ટસ આવશે. જ્યાંથી અમૌસી એરપોર્ટ લઇ જવામાં આવશે. જે બાદ PM દિલ્હી જવા માટે રવાના થશે.

ABOUT THE AUTHOR

...view details