વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હું આશા રાખુ છું કે, ભૂટાનના વૈજ્ઞાનિકો પણ એક દિવસ સેટેલાઇટ બનાવશે.અમે દક્ષિણ એશિયા ઉપગ્રહના થિંપૂ ગ્રાઉન્ટ સ્ટેશનનો ઉદ્ધાટન કર્યું.આ ઉપગ્રહથી મેડિકલ, શિક્ષણ,મૌસમ પૂર્વાનુમાન,પ્રાકૃતિક આપત્તિ સમય ચેતાવણીમાં ઉપયોગ થશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ભૂટાન પ્રવાસે છે. તેઓ રોયલ યુનિવર્સિટી ઓફ ભૂટાનના વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે 130 કરોડ ભારતીયોના દિલમાં ભૂટાન વસે છે. ભૂટાનના સૌંદર્યથી દુનિયા પ્રભાવિત થાય છે. તેમણે કહ્યું કે હું આજે ભૂટાનના ભવિષ્ય સાથે છું. ભારત ગરીબી સામે ઝડપથી લડી રહ્યું છે. ભારત અને ભૂટાન વચ્ચે ખાસ સંબંધ છે. બંને દેશોના સંયુક્ત સપના છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે,આજે ભારત તમામ સેક્ટરમાં ઐતિહાસિક પરિવર્તન કરીને સત્તત આગળ વધી રહ્યો છે.તેમણે કહ્યું કે ભારત તથા ભૂટાનની સંસ્કૃતિ સમાન છે. તેમણે વધુમાં કહ્યું કે વિદ્યાર્થીઓએ પરિક્ષાને લઇને કોઇ પણ પ્રકારની ચિંતા ન કરવી જોઇએ.તેમણે પોતાની દ્વારા લેખીત પુસ્તક એક્ઝામ વારિયર્સની પણ ચર્ચા કરી હતી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ રુમારે ટ્વીટ કરી કહ્યું કે, બન્ને દેશની અર્થવ્યવ્સથા તથા લોકોને એક સાથે લાવવા માટે વડાપ્રધાન મોદીએ ભૂટાનના વડાપ્રધાન ત્શેરિંગ લોતેયને સાથે રૂપે કાર્ટ લોન્ચ કર્યું.જેથી બન્ને દેશોના નાગરિકોને સુવિધા થશે.