નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે આગ્રના તાજમહેલની મુલાકાત લેવાના છે. તે દરમિયાન અમેરિકન પ્રમુખ ટ્રમ્પ અને તેના પરિવારની તાજમહેલ મુલાકાત લેવાની સંભાવના નહીંવત છે.
ટ્રમ્પ પરિવારની તાજમહેલ મુલાકાત પર અસમંજસ યથાવત - અમેરીકન પ્રમુખ ટ્રંપ
અમેરિકી પ્રમુખ 24 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ ખાતેના મોટેરા સ્ટેડિયમ ખાતે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને સંબોધન કરશે. ત્યારબાદ પ્રમુખ સોમવારે આગ્રા ખાતે જવા રવાના થશે અને સીધા રાજધાની દિલ્હી ખાતે પહોંચશે.
સુત્રોના જણાવ્યાં અનુસાર, અમેરિકી પ્રમુખ 24 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ ખાતે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ અંતર્ગત પહોંચશે. આ તકે પ્રવાસ દરમિયાન અમેરિકી પ્રમુખ સાથે પ્રથમ લેડી મેલાનિયા ટ્રમ્પ, પુત્રી ઇવાંકા ટ્રમ્પ અને જમાઇ જેરેડ કુશનર સિવાય અમેરિકાના ટોંચના અધિકારીઓનું મંડળ સામેલ હશે.
અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ બાદ ટ્રમ્પ તાજમહેલ માટે સોમવારે રવાના થશે, ત્યારબાદ ત્યાંથી તે રાજધાની દિલ્હી ખાતે જવા રવાના થશે. ટ્રમ્પની સાથે વડાપ્રધાન મોદી આગ્રા જવાની વાત પર સુત્રોએ કહ્યું કે, હાલ તો આવી કોઈ વાત જાણવા મળી નથી. વડાપ્રધાન મોદી સોમવારે અમદાવાદ ખાતે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ અંતર્ગત પ્રમુખ ટ્રમ્પ અને તેના પરિવારનું ભવ્ય સ્વાગત કરશે.