ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM મોદી ચેન્નઈના પ્રવાસે, IIT મદ્રાસના દીક્ષાંત સમારોહમાં આપી હાજરી - News of pm modi

નવી દિલ્હી: વડાપ્રધાન મોદી આજે ચેન્નઈના IIT મદ્રાસના દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. વડાપ્રધાન મોદીએ IIT મદ્રાસના દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા. તેમજ તેમણે આઈઆઈટીઅન્સ અને IITના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ્સને નિહાળ્યા હતા.

Etv Bharat

By

Published : Sep 30, 2019, 9:24 AM IST

Updated : Sep 30, 2019, 11:44 AM IST

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસના ચેન્નઈ પ્રવાસ માટે પહોંચ્યા છે. જેમાં તેમણે ચેન્નઈના IIT મદ્રાસના દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી, તેમજ તેઓએ હેકાથોનના વિજેતાઓને અભિનંદન આપ્યા હતા. આ ઉપરાંત તેમણે મદ્રાસ રિસર્ચ પાર્કમાં આઈઆઈટીઅન્સ અને IITના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ્સને નિહાળ્યા હતા.

IITમાં મોદી સિંગાપુર-ભારત હેકાથોન 2019માં સહભાગીઓને સંબોધન કર્યું હતું. આ ભારત અને અન્ય કોઈપણ દેશ વચ્ચેની પ્રથમ સંયુક્ત આંતરરાષ્ટ્રીય હેકાથોન છે.

Last Updated : Sep 30, 2019, 11:44 AM IST

ABOUT THE AUTHOR

...view details