લોકસભા ચૂંટણીને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. આજે તોઓ શનિવારે ઓડિશા પહોંચશે અને બે ચૂંટણીની રેલીને સંબોધિત કરશે. તેઓ પહેલા સુંદરગઢ અને ત્યાર બાદ સોનપુરમાં ચૂંટણી જનસભા કરશે.
સોનપુરમાં PM મોદી આજે રેલીને કરશે સંબોધિત - Sonpur
સોનપુર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઓડિશાના સોનપુર અને સુંદરગઢમાં ચૂંટણીની રેલીને સંબોધન કરશે. આ 28 વર્ષમાં પ્રથમ વખત બનશે, જ્યારે કોઇ પણ વડાપ્રધાન ઓડિશાના સોનપુર ખાતે પહોંચશે.
![સોનપુરમાં PM મોદી આજે રેલીને કરશે સંબોધિત](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2919015-thumbnail-3x2-pmfg.jpg)
ફાઇલ ફોટો
ઓડિશાની સોનપુર એવી જગ્યા છે, જ્યાં 28 વર્ષમાં કોઇ વડાપ્રધાન આવ્યા જ નથી. આ પ્રથમ વખત બનશે, જ્યારે કોઇ વડાપ્રધાન 28 વર્ષ બાદ સોનપુરનો પ્રવાસ કરશે.