પાંચ સૌથી ઉભરતી અર્થવ્યવસ્થાઓ બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાની બે દિવસીય બેઠકમાં ભાગ લેવા માટે PM મોદી બુધવારે બ્રાઝિલની રાજધાની બ્રાસીલિયા પહોંચ્યા હતા.
BRICS સંમેલનમાં ભાગ લીધા બાદ PM મોદી ભારત પરત ફર્યા - BRICS સંમેલન
બ્રાસીલિયા: વડાપ્રધાન મોદી બ્રાઝિલમાં BRICS સંમેલનમાં ભાગ લીધા બાદ ભારત પરત ફર્યા છે. આ શિખર સમ્મેલન બાદ બ્રિક્સના સદસ્ય દેશોએ વેપાર, નવીનતા, ટેકનોલોજી તથા સંસ્કૃતિના ક્ષેત્રમાં સંબોઘોને મજબૂત કરવા પર ચર્ચા કરી હતી.
![BRICS સંમેલનમાં ભાગ લીધા બાદ PM મોદી ભારત પરત ફર્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5069442-thumbnail-3x2-ssss.jpg)
file photo
વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, બ્રાઝિલમાં બ્રિક્સ શિખર સંમેલન સાર્થક રહ્યું છે. અમે વ્યાપાર, નવીનતા, ટેકનોલોજી અને સંસ્કૃતિના ક્ષેત્રમાં સંબંધોને મજબૂત કરવા વિશે વાતચીત કરી હતી. આ સાથે ભાવિ વિષયો પર ધ્યાન આપવાથી ચોક્કસ સહયોગ અને ખાસ અસર થશે તે પણ નક્કી છે. આપણને અને સંબંધિત દેશોને તેનો લાભ મળશે.
વડાપ્રધાન મોદીએ 6ઠ્ઠી વખત બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લીધો છે. તેઓએ વર્ષ 2014માં ફોર્ટાલેજામાં બ્રિક્સ સંમેલનમાં ભાગ લીધો હતો. આ શહેર પણ બ્રાઝિલમાં જ છે.