ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PMની બાયોપિક 5 એપ્રિલે રિલીઝ નહીં થાય, મુખ્ય કારણ ચૂંટણી કે પછી... - Vivek oberoi

ન્યૂઝ ડેસ્ક: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બનેલી બાયોપિક ' પી.એમ નરેન્દ્ર મોદી' ફિલ્મ 5 એપ્રિલે રિલીઝ થવાની અટકળો ચાલી રહી હતી. ત્યારે આ અંગે ફિલ્મના પ્રોડયુસર સંદિપ સિંહે ટ્વીટ કરી જણાવ્યું છે કે આ ફિલ્મ 5 એપ્રિલે રિલીઝ નહી થાય. તેમજ ટુંક સમયમાં આ અંગે અપડેટ કરવામાં આવશે.

PMની બાયોપિક 5 એપ્રિલે રિલીઝ નહી થાય

By

Published : Apr 4, 2019, 5:55 PM IST

બોલીવુડમાં હાલ બાયોપિકનો દોર ચાલી રહ્યો છે તે કહેવું બિલકુલ યોગ્ય છે. એક પછી એક સ્ટાર, ક્રિકેટર, રમતવીરો, મહિલાઓ અને નેતાઓ પર બાયોપિક બનાવીરહી છે. તાજેતરની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બાયોપિક બનાવવામાં આવી છે. જે ટૂંક સમયમાં રિલીઝ પણ કરવામાં આવશે. હાલ રિલીઝ ડેટની અટકળો ચાલી રહી છે. ચૂંટણી સમયે જ આ ફિલ્મ બનાવતાઅનેક સમસ્યાઓ ઉભી થઈ રહી છે. કોંગ્રેસ આ ફિલ્મ પર વિવાદો ઉભા કરી વિરોધ કરી રહી છે તો ફિલ્મ અંગે ચૂંટણીપંચમાં ફરિયાદ પણ નોંધાય છે.

આ પ્રકારની અનેક સમસ્યાઓબાદ પણ ફિલ્મ 5 એપ્રિલે રિલીઝ થવાની વાત ચાલી રહી હતી,પરંતુ હવે આ અંગે પ્રોડયુસર સંદિપ સિંહે ખુલાસો કર્યો છે કે આ ફિલ્મ 5 એપ્રિલે રિલીઝ કરવામાં આવશે નહી. 5 એપ્રિલે ફિલ્મ રિલીઝ ન કરવાનું કારણ ચૂંટણી જ છે કે કોઈ અન્ય કારણ છે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. આ અંગે ટુંક સમયમાં અપડેટ આપવામાં આવશે તેવું સંદિપ સિંહે જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details