વડાપ્રધાન મોદી બ્રાઝિલમાં આયોજિત 2 દિવસીય 11માં બ્રિક્સ શિખર સંમેલનમાં ઉપસ્થિત રહ્યા છે. આ દરમિયાન તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો સાથે મુલાકાત કરી હતી.
બ્રાઝિલ/ ભારતમાં ઓપન અને બિઝનેસ ફ્રેન્ડલી વાતાવરણ: PM મોદી - ભારતમાં છે ઓપન તથા બિઝનેસ ફ્રેન્ડલી વાતાવરણ
બ્રાઝિલ: વડાપ્રધાન મોદીએ બ્રાઝિલની રાજધાની બ્રાસિલિયામાં બ્રિક્સ સંમેલનમાં સંબોધન કર્યું હતું. બ્રિકસ બિઝનેસ ફોરમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિક્સ દેશો (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા)ને સામાજિક સુરક્ષા સમજૂતી પર ચર્ચા-વિચારણા કરવા કહ્યું હતું. PM મોદીએ કહ્યું કે, બ્રિક્સ દેશો દુનિયાના આર્થિક વિકાસમાં 50 ટકાનું યોગદાન આપે છે. વૈશ્વિક મંદી છતાં બ્રિક્સ દેશોએ આર્થિક વિકાસમાં યોગદાન આપ્યું છે અને કરોડો લોકોને ગરીબીમાંથી બહાર લાવ્યા છે.
ભારતમાં છે ઓપન તથા બિઝનેસ ફ્રેન્ડલી વાતાવરણ :વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, ભારતમાં પોલિટિકલ સ્ટેબિલિટી, પ્રિડિક્ટેબલ પોલીસી તથા બિઝનેસ ફ્રેન્ડલી રિફોર્મ્સના કારણે વિશ્વના સૌથી ઓપન તથા બિઝનેસ ફ્રેન્ડલી વાતાવરણ છે. બ્રિક્સ સંમેલનમાં સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ બ્રાઝિલમાં ભારતીઓને વીઝા મુક્ત પ્રવેશ આપવાના નિર્ણય માટે રાષ્ટ્રપતિ બોલ્સનારોનો આભાર માન્યો હતો. PM મોદીએ બ્રિક્સ દેશોના સામાજિક સુરક્ષા કરાર પર ચર્ચા કરવાની સલાહ આપી હતી.