નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઈટનું ટ્વિટર એકાઉન્ટ હેક થયું છે. હૈકરે કોવિડ-19ના રિલીફ ફંડ માટે ડોનેશનમાં બિટકોઈનની માંગ કરી હતી. જોકે બાદમાં આ બોગસ ટ્વિટ ડિલીટ કરી દેવામાં આવ્યાં હતાં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઈટનું ટ્વિટર એકાઉન્ટ હેક - વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર્સનલ વેબસાઈટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઈટનું ટ્વિટર એકાઉન્ટ narendramodi_in હેક થયું છે. હૈકરે કોવિડ-19ના રિલીફ ફંડ માટે ડોનેશનમાં બિટકોઈની માંગ કરી હતી. જોકે બાદમાં આ બોગસ ટ્વિટ ડિલીટ કરી દેવામાં આવ્યાં હતા.

Narendra modi
પીએમ નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઈટના ટ્વિટર પર ક્રિપ્ટો કરન્સી સંબંધિત ટ્વિટ કરવામાં આવ્યા હતાં. ટ્વિટર પર એક મેસેજ ટ્વિટ કરવામાં આવ્યો હતો, જેમાં લખ્યું હતું કે, હું તમને અપીલ કરું છું કે કોવિડ-19 માટે બનાવાયેલા પીએમ મોદી રિલીફ ફંડમાં ડોનેટ કરો.
જ્યારે અન્ય એક ટ્વિટમાં લખવામાં આવ્યું હતું કે આ એકાઉન્ટ જૉન વિક એ હેક કર્યુ છે. અમે પેટીએમ મૉલ હેક કર્યુ નથી. જોકે બાદમાં આ બધા બોગસ ટ્વિટ ડિલીટ કરી દેવામાં આવ્યાં હતાં.
Last Updated : Sep 3, 2020, 8:01 AM IST