ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM મોદીનાભાઈ પંકજ મોદી ઋષિકેશની યાત્રા પર, ગંગા માં ના લીધા આશીર્વાદ - ગંગા આરતી

ઋષિકેશઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પંકજ મોદી પરમાર્થ નિકેતન પહોંચ્યા હતાં. પરમાર્થ નિકેતનના પરમેશ્વર સ્વામી ચિદાનંદ સરસ્વતી અને પંકજ મોદીની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે ઋષિકેશથી વધુ શ્રેષ્ઠ આધ્યાત્મિક સ્થાન બીજુ કોઇ નથી. વડાપ્રધાનના ભાઈ પંકજ મોદીએ ગંગા આરતીનો લાભ લઇ અને માં ગંગાના આશીર્વાદ લીધા હતા.

સ્પોટ ફોટો

By

Published : Aug 30, 2019, 11:22 AM IST

સ્વામી ચિદાનંદ સરસ્વતીએ અમદાવાદ, ગુજરાતના પ્રખ્યાત જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસને જણાવ્યું હતું કે, સાબરમતી આશ્રમમાં પરમાર્થ નિકેતન ઋષિકેશ તર્જ પર સાપ્તાહિક આરતીનો ક્રમ સાબરમતી આશ્રમથી શરૂ કરવામાં આવ્યો છે. મને લાગે છે કે દિવ્ય અને ભવ્ય આરતીને દરરોજ કરવી જોઇએ, કારણકે સાબમતી આશ્રમ દેશ-વિદેશમાં પ્રસિદ્ધ છે અને હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. સ્વામી જી એ કહ્યું કે પરમાર્થ નિકેતન દૈનિક આરતી માટે પૂર્ણ સહયોગ આપશે.


સ્વામી ચિદાનંદ સરસ્વતીના પાવન સાનિધ્યમાં પંકજ મોદી, અમદાવાદ ગુજરાતના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસ પ્રવિણભાઇ કોટક અને અન્ય અતિથિઓએ પરમાર્થ ગંગા કિનારે દિવ્ય આરતીમાં ભાગ લીધો હતો. સાધ્વી ભગવતી સરસ્વતી જી એ તેમને સદસાહિત્ય ભેટ આપી હતી.

ABOUT THE AUTHOR

...view details