નવી દિલ્હી: ભારત-ચીન તનાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સર્વપક્ષીય બેઠક ચાલુ છે. વીડિઓ કૉન્ફરન્સિંગ દ્વારા વર્ચ્યુઅલ મીટિંગ થઈ રહી છે. આ બેઠકમાં 20 રાજકીય પક્ષોના નેતાઓ સામેલ છે. આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ સામેલ છે.
ભારત-ચીન મુદ્દે વડાપ્રધાન મોદીની સર્વપક્ષીય બેઠક શરૂ - ભારત-ચીન મુદ્દે બેઠક
ભારત-ચીન મુદ્દે વડાપ્રધાન મોદીની સર્વપક્ષીય બેઠક ચાલી રહી છે. આ બેઠક ભારત-ચીન સરહદ વિવાદ પર યોજાઇ છે. વડાપ્રધાન મોદીએ 20 સૈનિકોની શહાદત બાદ વિરોધી પક્ષો સાથે વાતચીત કરવાનો નિર્ણય કર્યો હતો. આ બેઠકમાં ઉત્તરપૂર્વના મુખ્ય પક્ષો અને કેન્દ્રીયપ્રધાનો અને તમામ રાષ્ટ્રીય પક્ષો સાથે પાંચથી વધુ સાંસદ ધરાવતા પક્ષ ઉપસ્થિત છે.

modi
બેઠકમાં ગૃહપ્રધાન, સંરક્ષણ પ્રધાન અને વિદેશ પ્રધાન, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર, પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી, આંધ્રપ્રદેશના સીએમ જગન મોહન રેડ્ડી, કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધી હાજર છે.
આ બેઠકમાં આમ આદમી પાર્ટી અને રાષ્ટ્રીય જનતા દળને આમંત્રણ નથી અપાયું. આપના નેતા સંજયસિંહે કહ્યું કે, દિલ્હીમાં આપ પાર્ટીની સરકાર છે અને પંજાબમાં મુખ્ય વિપક્ષી પાર્ટી છે, છતાં ભાજપ તેના મંતવ્યો ઇચ્છતી નથી.