નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રાઝિલના રાષ્ટ્રપતિ ઝાયર બોલસોનારોને કોરોના વાઇરસ સંક્રમણમાંથી જલ્દી જ સ્વસ્થ થાય તેવી શુભેચ્છા પાઠવી છે. મોદીએ ટ્વિટ કર્યું હતું કે, "મારા મિત્ર, રાષ્ટ્રપતિ ઝાયર બોલસોનારો, હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમે જલ્દી જ સાજા થઇ જાવ". બાલસોનારોએ મંગળવારે રાજધાની બ્રાસીલિયામાં પત્રકારો સાથે વાતચીત કરતા આ વાતની પુષ્ટિ મળી હતી.
બોલસોનેરોએ કહ્યું, "હું ઠીક છું." મારી તબિયત સારી છે. તબીબી સલાહને ધ્યાનમાં રાખી રહ્યો છું. આ અગાઉ માર્ચમાં, તેમણે ફ્લોરિડામાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા પછી ત્રણ વખત કોવિડ-19 તપાસ કરી હતી, જેમાં તેમને વાઇરસથી ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઇ ન હતી.