પ્રવાસમાં જતા પહેલા વડાપ્રધાન મોદીએ સોમવારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રંપ સાથે વાતચીત કરી હતી. તે પહેલા શુક્રવારે કાશ્મીરના મુદ્દાને લઇને સંયુક્ત સુરક્ષા પરિષદની ગુપ્ત બેઠક યોજાઇ હતી. જેમાં તેને ભારતનું સમર્થન કર્યુ હતું. અમેરિકા, ફ્રાંસ અને રૂસે પણ કાશ્મીર મુદ્દાને લઇને ભારતને સમર્થન આપ્યું હતું.
કાશ્મીર મુદ્દાનું સમર્થન કરનારા આ ત્રણ દેશોનો પ્રવાસ કરશે PM મોદી - કાશ્મીર
ન્યુ દિલ્હી: વડાપ્રધાન નરેંન્દ્ર મોદી આ અઠવાડીયામાં ફ્રાંસ, દુબઇ અને બહરીનના પ્રવાસ પર જઇ રહ્યાં છે. મહત્વની વાત એ છે કે આ ત્રણ દેશોએ કાશ્મીર મુદ્દાને લઇને ભારતનું સમર્થન કર્યુ હતું. વડાપ્રધાન સૌ પ્રથમ ફ્રાંસનો પ્રવાસ કરશે, જેને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતનું સમર્થન કર્યુ હતું.
કાશ્મીર મુદ્દાનું સમર્થન કરનારા આ ત્રણ દેશોનો પ્રવાસ કરશે PM મોદી
વડાપ્રધાન મોદી ફ્રાંસના બે દિવસના પ્રવાસ પર રહેશે. આ સમયે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મેક્રોંની સાથે એજંડા મુજબ સહયોગ, આળ્વિક ઉર્જા, સમુદ્રી સહયોગ અને આતંકવાદને લઇને ચર્ચા થશે.