ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM મોદી આજ રાત્રે પહોંચશે અમદાવાદ, માતા હીરાબાના આશીર્વાદ મેળવી નર્મદા મૈયાનું કરશે પૂજન - વડાપ્રધાન મોદીનો જન્મ દિવસ

ગાંધીનગર: આવતી કાલે વડાપ્રધાન મોદીનો જન્મ દિવસ છે. આ તકે તેઓ ગુજરાતની મુલાકાતે આવશે. આ ઉપરાંત સરદાર સરોવર નર્મદા ડેમ પૂર્ણ ક્ષમતા એટલે કે 138.67 મીટર સુધી પહોચતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરના રોજ નર્મદા નીરનાં વધામણાં પણ કરશે. રાજ્યના જિલ્લાઓમાં સવારે 10 કલાકે "નમામિ દેવિ નર્મદે મહોત્સવ" કાર્યક્રમ રાજ્ય સરકારના પ્રધાનો અને બોર્ડ નિગમોના અધ્યક્ષોની ઉપસ્થિતિમાં જન સહયોગથી જિલ્લા કક્ષાએ ઉજવાશે.

prime minister of india

By

Published : Sep 16, 2019, 12:25 PM IST

Updated : Sep 16, 2019, 12:41 PM IST

રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ કેવડીયા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થનારા નર્મદા જળના વધામણાંના રાજ્ય કક્ષાના મુખ્ય કાર્યક્રમમાં જોડાશે. જ્યારે રાજ્ય સરકારે પણ તમામ પ્રધાનોને રાજયના દરેક જિલ્લામાં વિજયી ઉત્સવ માટે પણ જગ્યા ફાળવી છે. PM મોદીનો વિગતવાર કાર્યક્રમ જોઈએ.


16 સપ્ટેમ્બર

  • રાત્રે 10.30 કલાકે અમદાવાદ એરપોર્ટ આગમન, રાજભવન ખાતે રોકાણ

17 સપ્ટેમ્બર

  • સવારે 6 કલાકે માતા હીરાબાના આશીર્વાદ લેશે
  • સવારે 6.35 કલાકે હેલિપેડથી કેવડિયા જવા રવાના
  • સવારે 6.45 કલાકે કેવડિયામાં આગમન
  • સવારે 8થી 9.30 કલાક સુધી વિવિધ પ્રોજેકટનું નિરીક્ષણ
  • સવારે 9.30થી 10 કલાક નર્મદા પૂજન
  • સવારે 10થી 11 કલાક દત્ત મંદિર, ન્યુટ્રીશન પાર્કની મુલાકાત
  • સવારે 11થી 12 કલાક વ્યૂહ પોઇન્ટથી જાહેરસભા
  • બપોર 1.15 કલાક ગાંધીનગર પરત, રાજભવનમાં રોકાણ
  • બપોરે 2.30 કલાક વાગ્યા બાદ દિલ્હી જવા રવાના
Last Updated : Sep 16, 2019, 12:41 PM IST

ABOUT THE AUTHOR

...view details