ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM મોદી 8 નવેમ્બરે કરશે કરતારપુર કોરીડોરનું ઉદ્ઘાટન - નરેન્દ્ર મોદી ન્યુઝ

નવી દિલ્હીઃ કેન્દ્રિય પ્રધાન હરસિમરત કૌર બાદલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાકિસ્તાન સ્થિત કરતારપુર સાહિબ જશે. જયાં તેઓ 8 નવેમ્બરે કરતારપુર કોરીડોરનું ઉદ્ઘાટન કરશે. આ કોરિડોર પાકિસ્તાનમાં કરતારપુર સાહિબને ગુરદાસપુરના ડેરા બાબા નાનક સાથે જોડશે.

ફાઈલ ફોટો

By

Published : Oct 13, 2019, 3:49 AM IST

કેન્દ્રિય પ્રધાન હરસિમરત કૌરે ટ્વિટ કરી કહ્યું કે, ગુરુ નાનક દેવજીના આશીર્વાદથી આખરે શીખ પંથને શ્રી કરતારપુર સાહિબના ખુલા દર્શન દિદારનું સૌભાગ્ય પ્રાપ્ત થઇ રહ્યું છે. 8 નવેમ્બરે ઈતિહાસ રચાશે. જ્યારે વડાપ્રધાન કરતારપુર કોરીડોરનું ઉદ્ઘાટન કરશે.

વધુમાં તેમણે કહ્યું કે કોંગ્રેસના 72 વર્ષના શાસનમાં જે સંભવ નથી થયું તે હવે શક્ય બન્યું છે.

ગત વર્ષે નવેમ્બરમાં ભારત અને પાકિસ્તાન કરતારપુર કોરિડોર સ્થાપવાની સંમતિ મળી હતી. આ કોરિડોર પંજાબના ગુરદાસપુર જિલ્લામાં સ્થિત ડેરા બાબા નાનક ગુરુદ્વારાને કરતારપુર સ્થિત દરબાર સાહિબ સાથે જોડશે.

આ કોરિડોરથી ભારતીય શીખ મુસાફરો માત્ર પરમિટ લઈને વિઝા વિના કરતારપુર સાહિબ જઈ શકશે. જણાવી દઈએ કે આની સ્થાપના 1522 માં શીખ પંથના સ્થાપક ગુરુ નાનક દેવ દ્વારા કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details