ગુજરાત

gujarat

ETV Bharat / bharat

G-20 શિખર સંમેલન દરમિયાન 10 દેશ સાથે બેઠક કરશે PM મોદી - WTO

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 જૂનથી જાપાનમાં થનારી G-20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે આવતા અઠવાડિયે જાપાન જશે, જયાં તેઓ વિત્તીય સ્થિરતા, WTO સુધાર અને આતંકવાદ જેવા મુદ્દા ભારતના એજંડામાં ઉચ્ચ રહેશે.

summit

By

Published : Jun 25, 2019, 9:34 PM IST

વિદેશ મંત્રાલયના આ સમેલન દરમિયાન વડાપ્રધાન મોદી ફ્રાંસ, જાપાન, ઇંડોનેશિયા, અમેરિકા અને તુર્કી સહિત 10 દેશ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.

G-20 શિખર સંમેલન દરમિયાન 10 દેશ સાથે બેઠક કરશે PM મોદી

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું કે, PM મોદી(RIC) રુસ, અને ચીનના નેતાઓ સાથે મુલાકાત કરશે. આ સિવાય તેમણે માહિતી આપી છે કે, PM મોદી(બ્રિકસ) બ્રાઝીલ, રુસ, જાપાન, ચીન અને દક્ષિણ આફ્રિકાના નેતાઓ સાથે અનૌપચારિક બેઠક કરશે.

ઉલ્લેખનીય છે કે, PM મોદી છઠ્ઠી વખત G-શિખર સંમેલનમાં ભાગ લેશે. કુમારે જણાવ્યું કે, પૂર્વ કેન્દ્રીય પ્રધાન સુરેશ પ્રભુ જાપાનના ઓસાકામાં દુનિયાની ઉચ્ચ શીર્ષ વ્યવસ્થાઓની 14મી બેઠકમાં ભારત ના શેરપા હાજર રહેશે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details