ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વડાપ્રધાન મોદી હરિયાણામાં ચાર ચૂંટણીલક્ષી સભાઓ ગજવશે

ચંડીગઢઃ હરિયાણા વિધાનસભા ચૂંટણીના મતદાન માટે માત્ર બે સપ્તાહ બાકી છે. આ દરમિયાન વડાપ્રધાન મોદી હરિયાણાના મતદારોનો મિજાજ બદલવા ચાર ચૂંટણી સભાઓને ગજવશે. 14 અને 15 ઓક્ટોબરે અલગ અલગ સ્થળે મોદીની સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન મોદી હરિયાણાની હવા બદલવા ચૂંટણીલક્ષી સભાઓ ગજવશે

By

Published : Oct 7, 2019, 10:16 AM IST

ભાજપે એક અખબારી નિવેદનમાં જણાવ્યું છે કે, વડાપ્રધાન 14 ઓક્ટોબરે ફરીદાબાદના બલ્લબગઢ જિલ્લામાં પ્રથમ સભાને સંબોધશે. 15 ઓક્ટોબરે દાદરી, થાનેસર અને હિસારમાં પણ મોદીની જાહેરસભા યોજાશે.

દાદરી બેઠક પરથી રેસ્લર બબીતા ફોગાટને ભાજપે ચૂંટણી જંગમાં ઉતારી છે.

મોદી ઉપરાંત ગૃહપ્રધાન અમિત શાહ, કાર્યકારી અધ્યક્ષ જે.પી. નડ્ડા, ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ હરિયાણાના અલગ અલગ જિલ્લાઓમાં ચૂંટણી પ્રચાર કરશે.

હરિયાણાની 90 સભ્યોની વિધાનસભામાં ભાજપના 48 સભ્યો છે. ભાજપે આ ચૂંટણીમાં 75 બેઠક જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

ઉલ્લેખનીય છે કે, હરિયાણામાં 21 ઓક્ટોબરે મતદાન યોજાશે. જેનું પરિણાણ 24 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details