PM મોદી આ પ્રસંગે મહાકુંભમાં સ્વચ્છતા અને સ્વાસ્થ્ય માટે ભેટ પણ આપશે. મોદી સફાઈ કર્મચારીઓ, સ્વચ્છગ્રહિઓ, પોલીસ કર્મીઓ અને નૌકાસૈનિકોને પણ પુરસ્કાર વિતરણ કરશે. સ્વચ્છ ભારત સમ્માન લાભ પેકેજની ડિજિટલ જાહેરાત પણ થશે.
PM મોદી પ્રયાગરાજના પ્રવાસે, ગંગામાં લગાવશે ડુબકી - Mahakumbh
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પ્રયાગરાજનો પ્રવાસ કરશે. તેઓ ત્યાં મહાકુંભમાં સ્નાન પણ કરશે. આ દરમિયાન મોદી પીવાનું પાણી અને સ્વચ્છતા મંત્રાલય દ્વારા આયોજીત સ્વચ્છ કુંભ સ્વચ્છ આભાર સમારોહમાં ભાગ લેશે. આ સિવાય PM મોદી ત્રિવેણી સંગમ ઘાટ પર ગંગામાં પવિત્ર સ્નાન કરશે.
ફાઈલ ફોટો
ત્યારબાદ મોદી શહેરમાં એક જનસભાને સંબોધિત કરશે અને પ્રયાગરાજમાં સફાઈકર્મીઓની સાથે વાતચીત કરશે. પ્રયાગરાજમાં આયોજીત મહાકુંભમાં સ્વચ્છતા અને સ્વચ્છ ભારત પહેલ પર ધ્યાન આપવામાં આવ્યું છે. મોદી તે લોકોને સ્વચ્થ કુંભ સ્વચ્થ પુરસ્કારથી સમ્માનિત કરશે. જેઓએ મહાકુંભમાં સાફ-સફાઈ રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.