ગુજરાત

gujarat

ETV Bharat / bharat

G-20 સંમેલનઃ PM મોદી જાપાનના પ્રવાસે, જાપાનના વડાપ્રધાન સાથે મુલાકાત કરી

ન્યૂઝ ડેસ્કઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી G-20 સંમેલનમાં ભાગ લેવા માટે જાપાનના ઓસાકા પહોંચ્યા છે. મોદી આજે જાપાનના વડાપ્રધાન શિન્જો આબે સાથે મુલાકાત કરી હતી, જ્યાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા કરાઈ હતી.

hd

By

Published : Jun 27, 2019, 9:37 AM IST

Updated : Jun 27, 2019, 12:16 PM IST

  • વડાપ્રધાન મોદીના બીજા કાર્યકાળનો આ મહત્ત્વનો પ્રવાસ છે. જાપાનના ઓસાકામાં દુનિયાનું સૌથી શક્તિશાળી 20 દેશોનું સંમેલન શરૂ થયું છે. વડાપ્રધાન મોદી જાપાનના વડાપ્રધાન શિંજો આબે સાથે મુલાકાત કરશે. જેમાં બંને દેશ વચ્ચે વેપાર સહિત અનેક મુદ્દાઓ પર વાતચીત થઈ શકે છે. વડાપ્રધાન શુક્રવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપને પણ મળશે.
    વડાપ્રધાન જાપાનના ઓસાકમાં પહોંચ્યા
  • G-20 દેશોમાં અર્જેંટીના, ઑસ્ટ્રેલિયા, બ્રાજિલ, કેનેડા, ચીન, યૂરોપીય સંઘ, ફ્રાંસ, જર્મની, ભારત, ઈંડોનેશીયા, ઈટલી, જાપાન, મેક્સિકો, રૂસ, સઉદી અરબ, દક્ષિણ કોરિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, બ્રિટન અને અમેરિકા સામેલ છે.
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી G-20 શિખર સંમ્મેલન દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને ફ્રાંસના રાષ્ટ્રપતિ એમૈનએલ મૈક્રોં સાથે દ્વીપક્ષીય બેઠક કરશે.
  • આ દરમિયાન વડાપ્રધાન રૂસ-ભારત-ચીન (આરઆઈસી) અને જાપાન-અમેરિકા-ભારત (જેએઆઈ) ત્રિપક્ષીય બેઠકમાં પણ ભાગ લેશે. આ ઉપરાંત બ્રિક્સ દેશોના નેતાઓ સાથે પણ બેઠક કરશે.
  • વડાપ્રધાનની 10 જેટલી દ્વીપક્ષીય બેઠકમાં ભાગ લેશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોદી બીજીવાર વડાપ્રધાન બન્યા બાદ મોદી અને ટ્રંપની આ પ્રથમ બેઠક થશે. બંને દેશો વચ્ચે મજબૂત રાજકીય સંબંધો વચ્ચે સહુ કોઈની નજર આ બેઠક પર છે. આ શિખર સંમ્મેલનમાં વેપાર અને આર્થિક વૃદ્ધિ, વૈશ્વિક અર્થવ્યવસ્થા સહિત ડિઝિટલ અર્થવ્યવસ્થા, પર્યાવરણના મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે.

મોદી, શી જિનપીંગ, પુતિન G-20 સંમેલન દરમિયાન અલગથી ચર્ચા કરશે

  • ચીનના રાષ્ટ્રપતિ શી જિનપીંગ G20 સંમ્મેલન દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રૂસના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન અને સમૂહના અન્ય કેટલાક નેતાઓ સાથે અલગથી વાતચીત કરશે.
  • ચીનના એક વરિષ્ઠ પ્રધાને જાણકારી આપતા કહ્યું કે, આ નેતાઓ સાથે બેઠકોમાં અમેરિકા તરફથી એકતરફી વ્યાપારિક કાર્યવાહી અને સંરક્ષણવાદી નીતિઓ પર વિશેષ ચર્ચા કરવામાં આવશે.
  • ચીન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની એકતરફી કાર્યવાહીનો વિરોધ કરી રહ્યું છે. ચીનનું કહેવું છે કે, ટ્રંપ વ્યાપાર અને નાણાંકીય લેવડ-દેવડને હથિયાર રૂપે ઉપયોગ કરી પોતે ફાયદો ઉઠાવી રહ્યાં છે.

ભારત અને જાપાનના વડાઓ વચ્ચે મુલાકાત

જાપાનના વડાપ્રધાન સાથે મુલાકાત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિંજો આબે સાથે G-20 સંમ્મેલન પહેલા મુલાકાત કરી છે. આ દરમિયાન બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વાતાઘાટો થઈ. જેમાં કેટલાય મહત્ત્વના મુદ્દા પર ચર્ચા થઈ. બંને દેશના વડાઓ વચ્ચે છેલ્લા કેટલાય સમયથી ખૂબ સારા સંબંધ છે.આ બેઠક દરમિયાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જાપાન સરકારે ખૂબ જ સરસ રીતે સ્વાગત કર્યું તે બદલ આભાર. જ્યારે ભારતમાં ચૂંટણી પરિણામો આવ્યા ત્યારે જાપાને સૌથી પહેલા મને જીતની શુભેચ્છા આપી હતી. તેમણે જણાવ્યું કે આગામી ઓક્ટોબરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોંવિંદ જાપાન પ્રવાસે જશે.
Last Updated : Jun 27, 2019, 12:16 PM IST

ABOUT THE AUTHOR

...view details