લોકસભા ચૂંટણીના પરિણામ બાદ સમગ્ર દેશમાં મોદી લહેર છવાઇ છે. ત્યારે સોમવારના રોજ વડાપ્રધાન મોદી વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરે પૂજા-અર્ચના કરશે.
PM મોદી કાશી વિશ્વનાથ મંદિરમાં... - Kashi
લખનઉ: વડાપ્રધાન મોદી ઐતિહાસિક જીત બાદ રવિવારે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. માતા હિરા બાના આર્શિવાદ પણ લીધા હતા. ત્યારે સોમવારે PM મોદી વારાણસી પહોંચી ગયા છે. આ તકે યોગી આદિત્યનાથ અને અમીત શાહે PM મોદીનું સ્વાગત કર્યું હતું.
ANI
ઐતિહાસિક જીત બાદ PM મોદી પ્રથમ વાર કાશી જશે. PM મોદી લગભગ 10 વાગ્યે કાશી વિશ્વનાથના દર્શન કરશે. જે બાદ મોદી દીનદયાલ હસ્તકલા સંકુલમાં કાર્યકર્તાઓનું સમ્મેલન કરશે. આ સમ્મેલન 11 થી 12 સુધી થશે. વડાપ્રધાન મોદી 12.30 કલાકે વારાણસીથી દિલ્હી માટે રવાના થશે.
Last Updated : May 27, 2019, 11:00 AM IST