ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અયોધ્યા ભૂમિપૂજનમાં વડાપ્રધાનની ઉપસ્થિતિ લોકશાહી અને ધર્મનિરપેક્ષતાની હાર: ઓવૈસી - અસદુદ્દીન ઓવૈસીના મોદી પર પ્રહાર

અસદુદ્દીન ઓવૈસીએ અયોધ્યા ભૂમિપૂજનમાં વડાપ્રધાનની ઉપસ્થિતિને લઇને પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, 'ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે. વડાપ્રધાને રામ મંદિરનો શિલાન્યાસ કરીને વડાપ્રધાન પદના શપથનો ભંગ કર્યો છે.’

Owaisi
Owaisi

By

Published : Aug 5, 2020, 5:45 PM IST

હૈદરાબાદ: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આજે રામ મંદિર માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી પણ હાજર હતા.

અસદુદ્દીન ઓવૈસીએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, 'ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે. વડાપ્રધાને રામ મંદિરનો શિલાન્યાસ કરીને વડાપ્રધાન પદના શપથનો ભંગ કર્યો છે. ’

ઓવૈસીએ કહ્યું કે, તે લોકશાહી અને ધર્મનિરપેક્ષતાની હાર અને હિન્દુત્વની સફળતાનો દિવસ છે.

ABOUT THE AUTHOR

...view details