વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરતા કહ્યું કે, રંગ, ઉમંગ અને આનંદનો તહેવાર હોળીની તમને બઘાને શુભેચ્છા. આ તહેવાર દેશવાસીઓના જીવનમાં ખુશી લઇને આવે.
રાષ્ટ્રપતિ, PM મોદી અને ઉપરાષ્ટ્રપતિની દેશવાસીઓને હોળીની શુભેચ્છા, જાણો શું લખ્યું? - વડાપ્રધાન મોદી ન્યૂઝ
હોળીનો બીજો દિવસ એટલે ઘુળેટીનો તહેવાર. હોળીનું નામ સાંભળતા જ લોકોની આંખ સામે અબીલ ગુલાલ તરી આવે છે. મોજ-મસ્તીના તહેવાર હોળી અંગે સનાતન પરંપરામાં ઘણી માન્યતાઓ રહેલી છે. હોળીનો ઉલ્લેખ વૈદિક પુરાણમાં પણ જોવા મળે છે. વડાપ્રધાન મોદી અને ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ દેશવાસીઓને હોળીની શુભેચ્છાઓ પાઠવી છે.
મોદી
ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ટ્વીટ કરીને દેશવાસીઓને હોળીને શુભેચ્છા પાઠવી છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરીને સમગ્ર દેશવાસીઓને હોળીને શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, રંગોનો ઉત્સવ હોળી, શરદ ઋુતુનું સમાપન અને વંસત ઋુતુનું આગમનનો સંદેશો આપે છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે, તહેવાર બધાને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઇને આવે.