ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો જન્મદિવસ, મોદી અને શાહ સહિતના નેતાઓએ પાઠવી શુભેચ્છા - રામનાથ કોવિંદ જન્મદિવસ

આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના 75 માં જન્મદિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને ઉપરાષ્ટ્રપતિ સહિત અનેક દિગ્ગજ નેતાઓએ તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.

Venkaiah Naidu
Venkaiah Naidu

By

Published : Oct 1, 2020, 10:45 AM IST

નવી દિલ્હીઃ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ગુરુવારે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના 75 માં જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. રાષ્ટ્રપતિ કોવિંદનો જન્મ આ દિવસે ઉત્તર પ્રદેશના કાનપુરના પરઉનખ ગામે 1945 માં થયો હતો.

ઉપરાષ્ટ્રપતિ સચિવાલયએ કહ્યું કે 'રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જીને જન્મદિવસની શુભકામના. રાષ્ટ્રને તમારા ગૌરવપૂર્ણ જાહેર જીવન અને જાહેર ચિંતાઓને સમર્પિત અનુભવી નેતૃત્વનો લાભ મળ્યો છે. રાષ્ટ્રને સમર્પિત તમારા લાંબા ગાળાના જીવનમાં તમને આરોગ્ય, સુખ અને સંતોષની કામના કરુ છું.

વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી કહ્યું કે, ' રાષ્ટ્રપતિજી ને જન્મદિવસની શુભકામનાઓ. તેમની દ્રષ્ટિકોણ અને નીતિગત મામલ અંગેની સમજદારી આપણા રાષ્ટ્ર માટે એક મોટી સંપત્તિ છે. તે કમજોર લોકોની સેવા કરવા માટે ખુબ જ સહાનુભુતિશિલ છે. હું તેમના સ્વાસ્થ્ય અને લાંબા જીવનની પ્રાર્થના કરુ છું. '

તેમજ અમિત શાહે પણ ટ્વિટ કરી રામનાથ કોવિંદને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.

ABOUT THE AUTHOR

...view details